Satadhar: જૂનાગઢમાં મહંતની ગાદી વિવાદનો નવો ફણગો ફૂટ્યો, ગંભીર આક્ષેપો થતા બાપુ મોન

ગુજરાત (Gujrat) માં રોજને રોજ નવા મંદિરનો વિવાદ સામે આવી રહ્યા છે. પહેલા જૂનાગઢ (junagadh) ના ગરીનારમાં આવેલ મંદિરનો વિવાદ સામે આવ્યો હતો. હવે ફરીથી જુનાગઢના અને સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર મંદિર વિવાદમાં આવ્યું છે. સત્તાધારની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડા આક્ષેપ કર્યા હતા.

આપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજયબાપુ સામે આક્ષેપ

આપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજયબાપુ (Vijaybapu) પર તેમના ભાઈએ કૌંભાડના આક્ષેપ કર્યા હતા. મોટા ભાઈ નીતિન ચાવડા સરકારી નિવૃત અધિકારી છે. મહંતના ભાઈએ CMને પત્ર લખી સતાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી હતી. સીએમને જે પત્ર લખ્યો હતો તેમાં તેને ગંભીર આક્ષેપ કર્યા હતા.તેમણે લખ્યું કે મહંત એયાસી જીવન જીવે છે સેવકોને ઢોરમાર મારે છે. અહીં કરોડોના વહીવટમાં ગોલમાલ કરેલી છે.

કરોડોના વહીવટમાં ગોલમાલનો આક્ષેપ

હાલ તો આપાગીગાના વર્તમાન મહંત વિજયબાપુ (Vijaybapu) સામે પૂર્વાશ્રમના મોટાભાઈએ લગાવેલા ગંભીર આક્ષેપના કારણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના વ્યવહારમાં થતી ગોલમાલને કારણે લોકોમાં ભારે ચર્ચા થઈ રહ્યા છે. વર્તમાન મહંત વિજયબાપુ (Vijaybapu) આ આક્ષેપનો જવાબ આપે છે કે તેના પર સેવકો અને સાધુ સંતોની સૌની નજર રહેલી છે.

Scroll to Top