Rajkot: અશાંતધારાને લઈ ધારાસભ્ય દર્શિતા શાહ મેદાને, અધિકારીઓ સામે ઉઠાવ્યા સવાલ

રાજ્યમાં ફરી અશાંતધારાનું ભુત ધુણવા લાગ્યું છે. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલ અશાંતધારાના અમલીકરણ સામે સવાલો ઉઠાવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુઓના નામે મકાનો લઈ મુસ્લિમો કબ્જો ધરાવતા હોવાનાં નામજોગ આક્ષેપો કરતા ભારે ખળભળાટ થયો છે. ભાજપના સ્થાનિક આગેવાનો અતુલ પંડિત, ધર્મેદ્ર મિરાણી તેમજ કેટલાક રહેવાસીઓને સાથે રાખી આવેદનપત્ર આપ્યું હતું.

14 મકાનોના હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો

આ આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટ શહેરના વોર્ડ નં. 2 માં જ્યાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે. ત્યા કોઈ કારણસર મુસ્લિમના નામે દસ્તાવેજ થાય છે કે હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમો રહે છે. આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.નહેરુનગર વિસ્તારમાંથી હિન્દુઓ હિઝરત કરી ગયા છે. તેમજ સુભાષનગર 8-9 તેમજ 10 નંબરની શેરીમાં પણ હિન્દુઓ હિઝરત કરી ગયા છે. આ વિસ્તારોમાં મુસ્લિમને મકાન વેચવાનું હોય તો તે હિન્દુ સિવાય કોઈને ન વેચી શકે નહીં તેવી કડક કાર્યવાહી થાય. રૈયા રોડ પર દર વર્ષે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા નિકળે ત્યારે પણ આ સંવેદનસીલ વિસ્તારમાં વિશેષ બંદોબસ્તની જરૂર રહે છે.

14 મકાનોના શંકાસ્પદ વેચાણ

1) મનીષભાઈ પઢિયાર ‘માતૃકૃપા’ સુભાષનગર શેરી નં. 12
2) અનિલભાઈ મંકોડી સુભાષનગર શેરી નં. 11 (ખરીદનાર – સાજિદભાઈ)
3) બીગીરાભાઈ ‘રીધમ’ સુભાષનગર શેરી નં. 11
4) અનુપભાઈ કાચા ‘શિવાંગી’ સુભાષનગર શેરી નં. 11 (સાજિદભાઈ)
5) અનિલભાઈ પટેલ ‘શ્રીજી કૃપા’ સુભાષનગર શેરી નં. 12
6) ધર્મેશભાઈ પંચોલી ‘સુલેશ્ર્વરી’ સુભાષનગર શેરી નં. 4
7) પરાગભાઈ દોશી ‘અરિહંત’ સુભાષનગર શેરી નં. 4
8) અનિલભાઈ જોશી ‘વિધિ’ સુભાષનગર શેરી નં. 4
9) ‘ભીડભંજન કૃપા’ સુભાષનગર શેરી નં. 4
10) ભીડભંજન કૃપાની બાજુનું બાંધકામ અને વંડો
11) રાજકોટ કેન્ટીનના નામે ચાલતી દુકાન-કેબીન, ધૃવ નગર મેઈન રોડ
12) સુભાષનગર શેરી નં. 12-બંધશેરીમાં શ્રી મદન મોહન મકાન
13) ધૃવનગર મેઈન રોડ ડો. હરસોરા વાળુ મકાન

Scroll to Top