- વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
- નંબર પ્લેટ વગરની કારમાં આવેલા લોકોએ કર્યો હુમલો
- ત્રણ નામજોગ અને અન્ય ચાર અજાણ્યા લોકોએ હુમલો કર્યાની નોંધાવી ફરિયાદ
ભાજપ (bjp)ના નેતા અને ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજય સુવાળા (vijay suvada) પર જાનથી મારી નાખવાનો હુમલો થયો હતો. ગઈકાલ સાંજે ગાંધીનગર (gandhinagar) ના એક કાર્યકર્મ પૂર્ણ કરી વતન તરફ પરત ફરી રહ્યા હતા એ સમયે અજાણ્યા લોકોએ ગાયક કલાકાર વિજય સુવાળા પર ઓગોરા મોલ પાસે હુમલો કર્યો હતો. હુમલો કરી અજાણ્યા શખ્શ ફરાર થઈ ગયા હતા. હુમલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્ચી હતી.
નંબર પ્લેટ વગરની કારમાં આવેલા લોકોએ કર્યો હુમલો
સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. વિજય સુવાળાએ અડાલજ પોલીસ (adalaj police station) મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં ત્રણ નામજોગ અને અન્ય ચાર અજાણ્યા લોકોએ હુમલો કર્યાની માહિતી નોંધાવી હતી. આ ઉપરાંત હુમલો કરનાર અજાણ્યા લોકો નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. તેમણે લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથક સમક્ષ આવી છે.
વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
ભાજપના નેતા અને ગાયક કલાકાર વિજય સુવાળા (vijay suvada) પર કોણે હુમલો કર્યો હશે તેની તપાસ અડાલજ પોલીસે ચાલુ કરી છે. સમગ્ર ઘટના ખુબ ચોંકવનારી છે. રાજ્યમાં દિનપ્રતિદીન હુમલો, હત્યા, દુષ્કમ જેવી ઘટના હવે ધોળા દિવસે બની રહી છે. રાજ્યની સામાન્ય પ્રજાને સતત આવી ઘટનાથી ડર અનુભવી રહ્યા છે.