શું વિપક્ષ જગદિપ ધનખડ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થશે? જાણો આંકડાની માયાજાળ

સંસદમાં રોજબરોજના હોબાળા વચ્ચે વિપક્ષ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે.રાજ્યસભામાં એકજૂટ દેખાતા વિપક્ષે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પર પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષ જગદીપ ધનખડને તેમના પદ પરથી હટાવવા માંગે છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાના અધ્યક્ષને પદ પરથી હટાવવા માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 67માં ઉપરાષ્ટ્રપતિની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. કલમ 67B પ્રમાણે રાજ્યસભાના સભ્યોની બહુમતી અને લોકોસભાની સહમતિથી ઉપરાષ્ટ્રપતિના પદ પરથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી પદ પરથી હટાવી શકાય છે.આ માટે 14 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો

બંધારણ મુજબ વિપક્ષે 10 ડિસેમ્બરે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતીય રાજનીતિના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે વિપક્ષ દેશના ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય ઘણી નાની પાર્ટીઓના 65 સાંસદોએ આ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર માત્ર 70 સાંસદોએ સહિ કરી

રાજ્યસભાના સભ્યોની સંખ્યા કુલ 231 છે. જ્યારે બહુમતી માટે વિપક્ષ પાસે ઓછામાં ઓછા 116 સાંસદો હોવા જોઈએ. અવિશ્વાસ પ્રસ્તાવ પર માત્ર 70 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. તેથી રાજ્યસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે વિપક્ષને હજુ પણ ઓછામાં ઓછા 46 સાંસદોના સમર્થનની જરૂર છે. ભાજપ પાસે 95 સાંસદો છે. 6 નોમિનેટ થયા છે. જેડીયુ પાસે 4 છે. દેવેગૌડાની જનતા દળ સેક્યુલર, અજિત પવારની એનસીપી, જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ, એકનાથ શિંદેની શિવસેના, ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા અને આઠવલેની રિપબ્લિકન પાર્ટી જેવા એનડીએના અન્ય ઘટક સહિત એનડીએના રાજ્યસભાના સાંસદોની સંખ્યા 120 જેટલી છે. જે બહુમતી કરતાં વધુ છે.

 

Scroll to Top