– 40 વર્ષની વ્યક્તિ જ મંડળ વોર્ડ પ્રમુખ બની શકશે
– વોર્ડ અને મંડળ પ્રમુખની ચૂંટણી બાદ જિલ્લા પ્રમુખની ચૂંટણી યોજાશે
– ખાસ કિસ્સામાં ચૂંટણી અધિકારી 45 વર્ષ સુધી છૂટ આપી શકશે
ગુજરાત (Gujrat) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. આ ચૂંટણી (Elaction) જીતવા માટે ભાજપે અત્યારથી તૈયારી ચાલુ કરી દિધી છે. તમામ જીલ્લા પંચાયત જીતવા માટે ભાજપે નવા સંગઠન માળખાની રચના કરવા માટે નવી પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા હેઠળ તમામ હોદ્દા આપવામાં આવશે. હવે આ હોદ્દા નક્કી કરવા ભાજપે ખાસ ક્વોલિફિકેશન તૈયાર કરી છે. આ ક્વોલિફિકેશન નિચે મુજબ છે.
40 વર્ષની વ્યક્તિ જ મંડળ વોર્ડ પ્રમુખ બની શકશે
ભાજપ (bjp) નવી બનેલી ક્વોલિફિકેશન મુજબ ભાજપના ચૂંટાયેલા સભ્ય મંડળ – વોર્ડ પ્રમુખ નહિ બની શકે. જ્યારે 40 વર્ષની વ્યક્તિ જ મંડળ – વોર્ડ પ્રમુખ બની શકશે. જો ચૂંટણી અધિકારી ખાસ કિસ્સામાં 45 વર્ષની છુટ આપી શકશે. આ ઉપરાંત બે વખત સક્રિય સભ્ય હશે તે જ મંડળના પ્રમુખ બનવા યોગ્ય લાયકત ધરાવે છે. તથા એક પરીવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ કે મંડળના પ્રમુખ બનવાની યોગ્યતા ધરાવે છે. ભાજપે સમગ્ર રાજ્યમાંથી વોર્ડ (word) અને પ્રમુખ માટેના દાવા સ્વીકારવાની શરૂઆત કરી છે. વોર્ડ અને મંડળ પ્રમુખની ચૂંટણી બાદ જિલ્લા પ્રમુખની ચૂંટણી યોજાશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ભાજપે તૈયારી ચાલુ કરી
સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જે ચૂંટણીઓ જાન્યુઆરીમાં યોજાવાની સંભાવના રહેલી છે. જેની ભાજપે અત્યારથી શરૂઆત કરી લીધી છે. આ ઉપરાંત સરકાર નવી મહાપાલિકાઓની રચનાની કામગીરી બે સપ્તાહમાં જ શરૂ થવાની છે. આ માટેના જાહેરનામા સાથે આ શહેરોમાં જે નગરપાલીકાનું વિસર્જન થઈ જશે. તમામ સૂચીત મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવશે.