Gujarat: ગુજરાતના મંત્રીમંડમાં હલચલ શરૂ?, જાણો ક્યા મંત્રીના પત્તા કપાવાની સંભાવના

–  શંકર ચૌધરીને કેબીનેટમાં ખૂબજ મહત્વનું ખાતું મળી શકે?
– બજેટ સત્ર પુર્વે જ ફેરફાર થાય તેવી સંભાવના
– સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ભાજપે તૈયારી ચાલુ કરી

ગુજરાતનું મોહડી મંડળ થોડા દિવસ પહેલા દિલ્હીમાં સીઆર પાટીલના ડિનરમાં ગયા હતા. આ ડિનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક મોટા નેતા હાજર રહ્યા હતા. આ ડિનરમાં ગુજરાતના તમામ મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના તમામ લોકો હાજર રહ્યા હતા. ત્યારથી અટકોળો ચાલી રહી હતી કે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાના છે.

બજેટ સત્ર પુર્વે જ ફેરફાર થાય તેવી સંભાવના

સૂત્રો અનુસાર ગુજરાતના મંત્રીમંડળમાં બજેટ સત્ર પુર્વે જ ફેરફાર થાય તેવી સંભાવના રહેલી છે. વર્તમાન નાણામંત્રી કનુભાઈ દેસાઈને હવે વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે. આ ઉપરાંત હાલના મંત્રીઓના ખાતા ફેરવાશે. જ્યારે વાવ વિધાનસભા જીતાડવામાં ખુબજ મહેનત કરનાર શંકર ચૌધરીને કેબીનેટમાં ખૂબજ મહત્વનું ખાતું મળી શકે છે. હાલના મંત્રીમાં ઋષીકેશ પટેલ, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ તથા કુંવરજીભાઈ બાવળીયા નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. મંત્રીમંડળમાં સ્થાન અંગેની ચર્ચા પણ પાંચ જ દિવસમાં પુરી કરાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ભાજપે તૈયારી ચાલુ કરી

સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જે ચૂંટણીઓ જાન્યુઆરીમાં યોજાવાની સંભાવના રહેલી છે. જેની ભાજપે અત્યારથી શરૂઆત કરી લીધી છે. આ ઉપરાંત સરકાર નવી મહાપાલિકાઓની રચનાની કામગીરી બે સપ્તાહમાં જ શરૂ થવાની છે. આ માટેના જાહેરનામા સાથે આ શહેરોમાં જે નગરપાલીકાનું વિસર્જન થઈ જશે. તમામ સૂચીત મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવશે.

Scroll to Top