– રાજ્યમાં વહેલ સવારે ગોજારો અકસ્માત સર્જાયો
– જેતપુર – સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત
– અકસ્માતમાં 7 લોકોના મોત થયા
રાજ્યમાં આજે વહેલ સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળ પર 7 લોકોના મોત થયા હતા. આ ઘટના જેતપુર સોમનાથ હાઈવે પરની છે. જ્યા બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ જૂનાગઢના ભંડુરા નજીક અકસ્માત સર્જાયો હોત. એક કારમાં પાંચ વ્યકિત તો બીજી કારમાં 2 વ્યકિત સવાર હતા. બંન્ને કારનો અકસ્માત સર્જાતા કારમાં સવાર સાત લોકોના મોત થયા હતા. ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને તમામ મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ઘટના સ્થળ પર 7 લોકોના મોત
આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેની સંપૃર્ણ માહિતી સામે આવી નથી. થોડા દિવસ પહેલા ગીરસોમનાથ નજીક કોડીનારમાં આવો જ અકસ્માત સર્જાયો હતો. પરંતુ આ અકસ્માતમાં કોઈનું મોત થયાનું સામે આવ્યું નથી. પરંતુ ગુજરાતમાં જે રીતે અકસ્માતની ઘટના સામે આવી રહી છે તેને જોઈ રાજ્યના નાગરીકે તકેદારી રાખવાની જરૂર છે. આ પહેલા ચોટીલા પાસે અકસ્માત સર્જાતા 7થી વધારે લોકોના મોત થયા હતા.