ગુજરાત (Gujrat) માં રોજને રોજ નવા મંદિરનો વિવાદ સામે આવી રહ્યા છે. પહેલા જૂનાગઢ (junagadh) ના ગરીનારમાં આવેલ મંદિરનો વિવાદ સામે આવ્યો હતો. હવે ફરીથી જુનાગઢના અને સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર મંદિરનો વિવાદમાં સામે આવ્યો છે. ગુજરાતના અગ્રણી સમાચાર પત્ર મુજબ સત્તાધારની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડા આક્ષેપ કર્યા હતા.
છેલ્લા વીસ વર્ષથી એકહથ્થુ અને બેફામ વહીવટ
નીતિન મોહનભાઈ ચાવડાએ જણાવ્યું કે પૂ. જીવરાજબાપુએ જગદીશ ભગતનાં દેહાંત પછી જેમની મહંતપદે તિલક- વિધિ કરી તે વિજયભગત સત્તાધાર જેવી પતિત પાવક જગ્યાના મહંતપદે તો દૂર અભ્યાગત તરીકે તેનો લાભ લેવાને પણ લાયક નથી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાબેની સત્તાધા૨ની સવા બસ્સો વર્ષ જૂની વિશ્વ વિખ્યાત્ જગ્યાનો છેલ્લા વીસે ક વર્ષથી એકહથ્થુ અને બેફામ વહીવટ ચલાવી રહેલા મહંત વિજયભગતના આર્થિકથી માંડી ચારિત્રિયક કૌભાંડોનો કોઈ પાર નથી. સત્તાધાર મંદિરની પોતાની 1200 થી 1300 વીધા જમીન છે જેની ઊપજનો કોઈ હિસાબ-કિતાબ જાણવા મળતો નથી. મંદિર પાસે 60 જેટેલી ગેરકાયદે સર દુકાનો હોવાના આક્ષેપ પણ કર્યા છે. આ દુકાનનું વાર્ષિક ભાડૂં 2 થી 2.5 લાખ આવે છે એટલું જ નહીં જગ્યાની ગૌશાળાનું વર્ષે સવા કરોડ રૂપિયાનું દૂધ અને ખેતીવાડીની વાર્ષિક 50 કરોડની ઊપજ મળી કુલ વાર્ષિક આવક 100 કરોડથી ઉપરની થાય છે. પરંતુ મોટા ભાગની રકમ ગેરમાર્ગે વપરાઇ રહી છે. નીતિનભાઈએ આ સઘળી બાબતોના દસ્તાવેજી પૂરાવા સાથે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી માંડી જૂનાગઢ જિલ્લા કલેક્ટર સુધીનાને જાણ કરી એટલું જ નહીં તેમણે પડકર પણ ફેંક્યો હતો.
મંદિર પાસે 60 જેટેલી ગેરકાયદે સર દુકાનો હોવાના આક્ષેપ
નીતિનભાઈના આક્ષેપ બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પવિત્ર આસ્થાના કેન્દ્રમાં આટલા મોટા પૈસાનો વ્યવહાર ઓડિટ વગર કઈ રીતે ચાલતું હશે? સતાધાર ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ આખા ગુજરાતમાં તેના પડધા પડ્યા છે. હવે આ આક્ષેપ બાદ રાજ્ય સરકાર કોઈ પગલા ભરે છે કે નહીં તે જોવાનું રહ્યું.