INDVSAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ( Adelaide) માં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ શનિવારે બીજા દિવસે ઓલઆઉટ થતાં સુધીમાં પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઈજા થઈ હતી. ઈજા ગંભીર જણાતા ફિઝિયોને પણ મેદાનમાં આવવું પડ્યું હતું. બુમરાહ ઈજાગ્રસ્ત છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ જો તે ઈજાગ્રસ્ત થશે તો ભારતની મુશ્કેલી વધી શકે છે.
બોંલીગ કરતા ઈજા થઈ હતી
એડિલેડ ( Adelaide) ટેસ્ટના બીજા દિવસે બુમરાહે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 81મી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર હેડે ચોગ્ગો ફટકાર્યો હતો. બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે પડી ગયો હતો. આ દરમિયાન ફિઝોયો મેદાનમાં આવ્યો હતો. ઈજા ગંભીર ન હોવાથી બુમરાહ ફરી બોલિંગ ફેંકવાની ચાલુ કરી હતી.બુમરાહની ઈજા ગંભીર છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી મળી નથી. જો બુમરાહ (Jasprit Bumrah) ઈજાગ્રસ્ત થશે તો ભારતીય ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. તેણે 23 ઓવરમાં 61 રન આપીને 5 મેડન ઓવર ફેંકી હતી.
Jasprit Bumrah faces a major injury scare, leaving the Indian camp in shock during the Adelaide Test.💔#Jaspritbumrah𓃵 #INDvsAUS pic.twitter.com/xqgLZdCH4v
— ɪᴄᴛ ᴬᵁᴿᴬ 🇮🇳 (@ICTFANNNN) December 7, 2024
પ્રથમ દાવમાં ભારતીય ટીમ 180 રન બનાવ્યા હતા
એડિલેડ ( Adelaide) ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા માત્ર 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા.ટ્રેવિસ હેડે જોરદાર પ્રદર્શન કર્યું હતું. હેડે સદી ફટકારી હતી. તેણે 141 બોલનો સામનો કર્યો અને 140 રન બનાવ્યા હતા. હેડની ઇનિંગ્સમાં 17 ફોર અને 4 સિક્સ સામેલ હતી.