- સુઈગામમાં રવિ કૂષિ મહોત્સવનૂ બે દીવસનું આયોજન
- નર્મદાના પાણીથી ખેડુતોની આવક બમણી થઈ
- આધુનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી
બનાસકાંઠાના સુઈગામ ખાતે આજે રોજ રવિ કૂષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રવી સીઝનમાં રવી પાકનો આધુનિક યુત્રો અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. રવિ કૂષિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ સ્ટોલો રાખી ખેડુતોને જાણકારી આપી હતી.
સુઈગામમાં રવિ કૂષિ મહોત્સવનૂ બે દીવસનું આયોજન
સુઈગામમાં ખેડુતોને આધુનિક ખેતી અંગે જાણકારી આપવામાં આવી હતી. રવિ કૂષિ મહોત્સવનૂં આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ લાભ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સુઈગામ તાલુકાના તાલુકા મામલતદાર અને ટીડીઓ તથા ચેરમેન માદેવભાઇ ચૌધરી ડિરેક્ટર મૂળજીભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. આ ક્રાર્યકમમાં સ્થાનિક ખેડુતો હાજર રહ્યા હતા.
નર્મદાના પાણીથી ખેડુતોની આવક બમણી થઈ
ખેતીવાડી ચેરમેન મહાદેવભાઇ ચૌધરી જણાવ્યું કે આ રવિ કૂષિ મહોત્સવથી ઘણા બધા ખેડુતોને ફાયદો થયો છે.પ્રાકૃતિક ખેતી અને પશુપાલનની ઘણી બધી માહિતી પણ મળી હતી. આધુનિક લેબની માહિતી આપવામાં આવી જે થરાદમાં આવેલી છે. ખેડુતો જમીનના સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટ કરાવી શકશે. પહેલા નર્મદાનું પાણી આવતું નોહતું. હવે પાણી આવવાના કારણે આ વિસ્તારને 70 થી 80 ટકા ફાયદો થયો છે.