– જયરાજસિંહના ભાઈ હરદેવસિંહનું નામ સામે આવ્યું
– DGGIના દરોડામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું સામે: કોંગ્રેસ
– ભાજપાના પૂર્વ ધારાસભ્યના ભાઈ પર કોંગ્રેસના આરોપ
ગુજરાત કોંગ્રેસે ભાજપના નેતાઓ GSTમાં કૌભાંડમાં મોટા ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા છે. કોંગ્રેસનેતા અને પ્રવક્તા મનીષ દોશીએ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહના જાડેજાના ભાઈ પર GST કૌભાંડમાં કરતા હોવાના આરોપ કર્યા હતા. ગુજરાતના નાગરિકોના જીવન સાથે રમત રમનારાઓ સાથે ભાજપાના પદાધિકારીઓ સીધા સંકળાયેલા હોવાનું સામે આવે ત્યારે ભાજપાના પ્રવક્તાઓ મોટા ભાગે મોઢું સીવી લેતા હોય છે.
DGGIના દરોડામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું સામે: કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મીડિયાને કહ્યું કે જયરાજસિંહના ભાઈ હરદેવસિંહ GST કૌભાંડ કરતા હોવાના આક્ષેપ કર્યા છે. અનેક જોલ કંપનીઓ અને પેઢીઓ કમિશનના નામે બોગસ બીલો બનાવ્યા છે. તેમને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. DGGIના દરોડામાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. જયરાજસિંહના ભાઈ હરદેવસિંહ છેલ્લા કેટલાઈ સમયથી જનતાના પૈસા ચાંઉ કરી જાઈ છે. તેમના અનેક વાર કૌંભાડો સામે આવ્યા છે. પરંતુ ભાજપની સરકાર આ લોકો સામે કંઈ કરતી નથી. તેમને આક્ષેપ કર્યા કે ભાજપની સરકાર આવા લોકોને બચાવી રહ્યા છે.
કોંગ્રેસે ભાજપ પર આક્રરા આક્ષેપ કર્યા
ભાજપ સરકારમાં છેલ્લા 20 વર્ષથી ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલી રહ્યા છે. અગાઉ અનેક કૌંભાંડો સામે આવ્યા જેમાં ભાજપના નેતાઓના કનેક્શન સામે આવ્યા છે. ગુજરાતના નાગરિકોના જીવન સાથે રમત રમનારાઓ સાથે ભાજપાના પદાધિકારીઓ સીધા સંકળાયેલા હોવાનું સામે આવે ત્યારે ભાજપાના પ્રવક્તાઓ મોટા ભાગે મોઢું સીવી લેતા હોય છે. ભાજપના નેતાઓ કૌભાંડમાં સામેલ હોય ત્યારે કેમ ભાજપના પ્રવક્તા બોલતા નથી ? ભાજપની ભ્રષ્ટ સરકારના કારણે ગુજરાતીઓ લૂંટાય છે. ભાજપ શાસનમાં કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવ્વલ નંબર પર છે. કૌભાંડીઓને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપ લૂંટનું લાઇસન્સ આપે છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસને સલાહ અપાવાની કોઈ જરૂર નથી.