Khyati Hospital: દિનપ્રતિદીન ખ્યાતિ હોસ્પિટલને લઈ નવા રાજ ખુલ્લી રહ્યા છે. હવે ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ની તપાસમાં વધુ નવા ખુલાસા થયા છે. ખ્યાતિ હોસ્પિટલના ડો. સંજય પટોળીયાની પૂછપરછ કરવામાં આવતા તેના અનેક રાજ પરથી પડદા ઉઠાવ્યો છે. નાણાકિય ભંડોળને જૂદી જૂદી રીતે દર્શાવી 1.50 કરોડની ખોટ દર્શાવી હતી. છેલ્લા 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 8534 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તેમાંથી 3842 દર્દીઓએ વિવિધ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી હતી.
ઓડીટ રીપોર્ટમાં 1.50 કરોડની ખોટ દર્શાવી
ક્રાઈમ બ્રાન્ચે ડો. સંજય પટોડીયાની કડક પૂછપરછમાં તેણે ઘટસ્ફોટ કરતા કહ્યું કે ઓડિટ રિપોર્ટમાં છેડછાડ કરી હતી. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી 1.50 કરોડની ખોટ દર્શાવી છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા હાત. આ ઉપરાંત અત્યાર સુધી આ હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત થયા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે.
હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત થયા
પીએમજેએવાયમાં યોજનામાં ખોટી રીતે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમાની પ્રક્રિયા કરતી હતી. હવે pmjay અને બજાજનાં કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. ખોટી રીતે ગેરલાભ લેતા કેટલાક લોકો સામે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરવામાં આવશે.pmjay યોજનાનો લાભ લેનાર દર્દીના ક્લેઈમ બજાજ દ્વારા પાસ કરવામાં આવે છે.
PMJAY યોજનાનો ખોટો લાભ લીધો
ખ્યાતિ હોસ્પિટલ આરોપીઓએ 2021માં ખરીદી હતી. હોસ્પિટલ ખરીદી બાદમાં તેઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કોભાંડ શરૂ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં દરરોજ એવરેજ ત્રણથી ચાર હદયની સર્જરી થતી. ખ્યાતિ હોસ્પિટલનું કરોડોનું કૌભાંડ છતાં કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવાતો ન હતો. ભૂતકાળમાં અનેક નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ તબીબો ખ્યાતિ હોસ્પિટલમાં નોકરી છોડીને જતા રહ્યા હતા.