મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે મહાયુતિ ગઠબંધનની નવી સરકાર રચાઈ હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યા છે. જેમાં શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP પ્રમુખ અજિત પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી છે.
દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણએ દેવેન્દ્ર ફડણવીસ સાથે એકનાથ શિંદે અને અજિત પવારેને પદના ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ત્રીજી વખત સીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ પહેલા તે શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ અને NCP અધ્યક્ષ અજિત પવાર ડેપ્યુટી સીએમ હતા. હવે નવી સરકારમાં ફરીથી ફડણવીસ
મહારાષ્ટ્રના નાથ બની ગયા છે.
દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ યોજાયો હતો
મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક કેન્દ્રીય મંત્રીઓ, મહાયુતિ ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ અને ઘણા રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમએ પણ હાજર રહ્યા હતા. નારાજગીની અટકળો વચ્ચે શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ પદ સ્વીકારીને છેલ્લી ક્ષણે શપથ લીધા હતા. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસને દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી BJP વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ગઠબંધનનું પ્રતિનિધિમંડળ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યું અને સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા હતા.