- PI પાદરીયા અને જયંતિ સરધારા હજુ પણ આમને સામને
- ગઈકાલે PI પાદરીયા ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા ફરિયાદ કરવા
- સમગ્ર મામલાના CCTV ફૂટેજ આવ્યા હતા સામે
રાજકોટમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચે ઝગડો શાંત થવાનું નામ લેતું નથી. એકબાજુ PI પાદરીયા અને બીજી બાજૂ જયંતિ સરધારા વચ્ચે ઝગડો દિનપ્રતિદીન વધી રહ્યો છે. હવે રાજકોટ સરદાર ધામના જયંતિ સરધારા પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. જ્યારે ગઈકાલે PI પાદરીયા ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદ કરવા ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા. હવે PI પાદરીયા અને જયંતિ સરધારા બંન્ને એકબીજા સામે મોરચો માંડ્યો છે.
ગઈકાલે PI પાદરીયા ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા ફરિયાદ કરવા
રાજકોટ સરદાર ધામના જયંતિ સરધારાન જીવનું જોખમ હોવાની અરજી લઈ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. સરધારાએ મીડિયાને નિવેદન આપતા કહ્યું જો પોલીસ કહેશે તો હું આરોપી તરીકે હાજર થઈશ. હું અહીં અરજી કરવા આવ્યો છું. તે પોલીસમાં ઓળખાણ ધરાવતા હોવાથી પોલીસે પીઆઈની ખોટી ફરિયાદ લીધી છે. તેમણે વધુમાં કહ્યું મને ખોટી રીતે આરોપી બનાવી દીધો છે. હું અહીંયા જ છુ પોલીસ મને જેલમાં પૂરી દે. તેમણે એવું પણ કહ્યું હતું કે ખોડલધામ અને સરદારધામનો આ વિવાદ નથી. આ વિવાદ મારી અને PI પાદરીયા વચ્ચે છે.
સમગ્ર મામલાના CCTV ફૂટેજ આવ્યા હતા સામે
PI પાદરીયા અને જયંતિ સરધારાનો વિવાદ CCTVમાં કેદ થઈ ગયો હતો. આ વીડિયો અને ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર વિવાદ વકર્યો હતો. CCTVના વીડિયોમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે, સંજય પાદરીયાનો કોલર જયંતિ સરધારા દ્વારા પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ પીઆઇ પાદરીયાને લાત મારવામાં પણ આવી હતી. આ ઝગડા બાદ સમગ્ર મામલો સામે આવ્યા બાદ
ખોડલધામ Vs સરદારધામ સામ સામે આવી ગયો હતો.