બરોડાની ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 100, 200 નહીં 349 રન ઠોકી દિધા,સિક્કિમના બોલરને પરસેવો છૂટી ગયો

20 ઓવરની મેચમાં વધુમાં વધુ કેટલા રન થાઈ શકે? 100,200,250,300 નહીં તેનાથી પણ વધારે T20 કિક્રેટમાં રન બન્યા છે. હાર્દિક પંડ્યાની હોમ ટીમ બરોડાએ T20માં સૌથી વધુ સ્કોર બનાવવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં રમતી બરોડાની ટીમે 20 ઓવરમાં 349 રન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો. તેણે આ વર્ષે ઓક્ટોબરમાં ગામ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવ્યા હતા.

ટોપ 5 બેટરની સ્ટ્રાઈક રેટ 200થી વધારે

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા અને સિક્કિમ સામે રમાયેલી ટી-20 મેચમાં બરોડાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બરોડા ટીમનો કેપ્ટન કૃણાલ પંડ્યાને બેટિંગ કરવાની તક મળી ન હતી. બરોડાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ સિક્કિમના બોલરને ધોય નાખ્યા કે T20 ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બની ગયો. સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીના ગ્રુપ B મેચમાં બરોડાએ સિક્કિમ સામે પ્રથમ બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. બરોડાના બેટ્સમેનોએ એટલી સિક્સર ફટકારી કે રન 349 બની ગયા. આ ઉપરાંત બરોડાના ટોપ 5 બેટરની સ્ટ્રાઈક રેટ 200થી વધારે રહી હતી.

બરોડાએ T20માં સૌથી વધુ સ્કોર બનાવ્યો

બરોડાના ટોપ ઓર્ડરના 5માંથી 4 બેટ્સમેનોએ ફિફ્ટી પ્લસ રન બનાવ્યા હતા. સૌથી વધુ રન ભાનુ પાનિયાએ બનાવ્યા હતા. આ બેટરે 51 બોલમાં 134 રન બનાવી અણનમ રહ્યા હતો. તેની સ્ટ્રાઇક રેટ 262.75ની હતી. આ ઇનિંગ્સમાં 15 સિક્સ અને 5 ચોગ્ગા ફટકારીયા હતા. આ સિવાય શિવાલિક શર્માએ 17 બોલમાં 323થી વધુના સ્ટ્રાઈક રેટથી 55 રન બનાવ્યા હતા. સોલંકીએ 312થી વધુના સ્ટ્રાઈક રેટથી 50 રન બનાવ્યા હતા. સૌથી પહેલા ઓપનર અભિમન્યુ સિંહે 17 બોલમાં 311થી વધુના સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા હતા.

 

 

Scroll to Top