ભારતના સૌથી અમીર ક્રિકેટરે લીધો સંન્યાસ, નામ જાણીને ચોંકી જશો

ભારત અથવા વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટરોની વાત કરીએ તો સૌથી પહેલું નામ મનમાં વિરાટ કોહલીનું આવે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કોહલી દુનિયાનો સૌથી અમીર ક્રિકેટર નથી. ભારતનો સૌથી વધુ નેટવર્થ અને કમાણી કરતો ક્રિકેટર આર્યમન બિરલા છે. તે મધ્યપ્રદેશ માટે રણજી ટ્રોફી રમી ચૂક્યો છે. આ ઉપરાંત તે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ રહ્યો છે.

MP તરફથી 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી

આર્યમન આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્ર છે. આર્યમને ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહોંચી શક્યો નથી. તેણે 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે 4 લિસ્ટ A મેચ રમી છે. આર્યમન IPL ટીમ રાજસ્થાન રોયલ્સનો ભાગ રહી ચૂક્યો છે. પરંતુ તેને ક્યારેય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી નથી.

નેટવર્થ 70 હજાર કરોડ રૂપિયાનું

આર્યમન ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમી શક્યો ન હતો. પરંતુ ઘરેલુ મેચોમાં મધ્યપ્રદેશ તરફથી રમી ચૂક્યો છે. તે વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આર્યમનની નેટવર્થ લગભગ 70 હજાર કરોડ રૂપિયા છે. તેની મોટાભાગની આવક માત્ર બિઝનેસમાંથી જ આવે છે. આર્યમનને 2023માં આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેઓ બિરલા ગ્રૂપના બોર્ડનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.

આર્યમન કુમાર મંગલમ બિરલાના પુત્ર

આર્યમને તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ નવેમ્બર 2017માં રમી હતી. મધ્યપ્રદેશ તરફથી રમતા તેણે આ ફોર્મેટમાં 414 રન બનાવ્યા હતા. તેણે પોતાની કારકિર્દીમાં 1 સદી અને 1 અડધી સદી પણ ફટકારી છે. આર્યમને જાન્યુઆરી 2019માં આંધ્ર પ્રદેશ માટે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેણે 2018માં હૈદરાબાદ સામે તેની ડેબ્યૂ લિસ્ટ A મેચ રમી હતી.આ વર્ષે તેની આ ફોર્મેટની છેલ્લી મેચ સૌરાષ્ટ્ર સામે રમી હતી. આર્યમને લિસ્ટ Aની કુલ 4 મેચ રમી છે.

Scroll to Top