દેવેન્દ્ર ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, જાણો શિંદેને ક્યુ પદ મળ્યું?

બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી સીએમ હશે. બુધવારે મળેલી મહાયુતિની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી હતી. ફડણવીસને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મહાયુતિની બેઠકમાં એકનાથ શિંદે અને અજિત પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવા પર સહમતિ બની છે.

એકનાથ શિંદે અને અજિત પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ

હવે દેવેન્દ્ર ફડણવીસના સમર્થકો અને ધારાસભ્યોના નામ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મહાયુતિના નેતાઓ બપોરે 3.30 કલાકે રાજભવન જશે. મહારાષ્ટ્રમાં 5મી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

મહારાષ્ટ્રમાં 5મી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ

વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ભાજપને સીટો મળી છે તે જોતા એવું માનવામાં આવતું હતું કે આગામી સીએમ ભાજપનો જ હશે. દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ ભૂતકાળમાં પણ સીએમ રહી ચૂક્યા છે. એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ પદ સંભાળી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસને 2019માં પણ સીએમ બનવાની તક મળી હતી. પરંતુ બે દિવસ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

Scroll to Top