Pink Ball Testમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના આંકડા ચોંકવનારા,એડિલેડમાં કોણ જીતશે?

IND VS AUS: ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની શાનદાર શરૂઆત કરી છે. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ફાસ્ટ બોલર અને ઉપ-કેપ્ટન જસપ્રિત બુમરાહે ટીમની કપ્તાની કરી હતી. ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી. હવે તમામની નજર 6 ડિસેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ પર છે. બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ ડે નાઇટ ટેસ્ટ મેચ હશે જે પીંક બોલથી રમાશે. એડિલેડ ટેસ્ટ પહેલાના આ આંકડા ભારતને ડરાવી શકે છે, કારણ કે પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના આંકડા ભારત કરતા ઘણા મજબૂત છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમાઈ હતી

પિંક બોલ ટેસ્ટનો ઈતિહાસ 9 વર્ષનો છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. ભારતે અત્યાર સુધીમાં કુલ ચાર પિંક બોલ ટેસ્ટ રમી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે એક-એક પીંક બોલ ટેસ્ટ રમી છે. ચાર મેચમાં ભારતની એકમાત્ર હારનો સામનો ઓસ્ટ્રેલિયા સામે કરવો પડ્યો છે.

2020માં પીંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમ 36 રનમાં આઉટ થઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પીંક બોલથી એક માત્ર ટેસ્ટ રમાઈ છે. આ મેચમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બર 2020માં એડિલેડ ઓવલમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ બીજા દાવમાં માત્ર 36 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલેડ ઓવલ ખાતે જ પિંક બોલ ટેસ્ટમાં સામસામે ટકરાશે.

ઓસ્ટ્રેલિયા 12 ટેસ્ટ મેંચ પીંક બોલથી રમી છે

પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને પણ માત્ર એક જ હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેણે ભારત કરતાં આઠ વધુ મેચ રમી છે. કાંગારૂ ટીમે અત્યાર સુધીમાં 12 ટેસ્ટ મેંચ પીંક બોલથી રમી છે. જેમાં તેણે 11 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર પરાજય વર્ષ 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે થયો હતો.

 

Scroll to Top