દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન કોણ બનશે તેના પર ક્રિકેટ પંડિતોએમાં ખુબ ચર્ચા થઈ રહી છે. જ્યારે પંત ડીસીના કેપ્ટન હતા ત્યારે અક્ષર પટેલ વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળતા હતા. ઓલરાઉન્ડર અક્ષર હવે ડીસીના કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે. ડીસીના કો-ઓનર પાર્થ જિંદાલે નવા કેપ્ટનને લઈને સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
DCમા અક્ષર ઉપરાંત કેએલ રાહુલ અને ફાફ ડુ પ્લેસિસ પણ કેપ્ટનશિપની રેસમાં છે. ડીસીએ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જ્યારે ડુપ્લેસીસને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રાહુલ અને ડુ પ્લેસિસ છેલ્લી ત્રણ સિઝનમાં LSG અને RCBના કેપ્ટન રહ્યા હતા. પાર્થ જિંદાલે કહ્યું કે અક્ષર પટેલ લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે છે. પટેલ છેલ્લા IPLમાં વાઇસ-કેપ્ટન હતો. કેએલ રાહુલ સાથે વાત કરી છે પરંતુ હું તેને સારી રીતે ઓળખું છું.
અક્ષર પટેલ લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો
DCના કો-ઓનરે અક્ષર પટેલના ખુબ વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે T20 ક્રિકેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. આવા સામાન્ય અને સરળ વ્યકિતીના કારણે ડ્રેસિંગ રૂમમાં એકતા જળવાઈ રહી છે. અક્ષર લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો છે. જ્યારે પણ રિષભ પંત ઉપલબ્ધ ન હતો ત્યારે અક્ષરે દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરેલી છે.
દિલ્હીએ ચાર ખેલાડીઓને રિટેન કર્યા
દિલ્હીએ હરાજી પહેલા ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા, જેમાં અક્ષર, ટ્રીસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ અને કુલદીપ યાદવના નામ સામેલ છે. અક્ષરે અત્યાર સુધી 150 IPL મેચમાં 123 વિકેટ લીધી છે. આ દરમિયાન તેના બેટથી 1653 રન બનાવ્યા હતા. તેણે 2014માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું.