અમેરીકામાં અદાણી વિવાદ વચ્ચે મુકેશ અંબાણીએ મોટી હિસ્સો ખરીદ્યો

અમેરિકન પ્રોસિક્યુશનએ અદાણી પર લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે અદાણી અને અમેરિકન એજન્સીઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે મુકેશ અંબાણીએ અમેરિકામાં એક મોટો સોદો કર્યો છે અને તેઓ એક કંપનીમાં 21 ટકા શેરહોલ્ડર બની ગયા છે. મુકેશ અંબાણીએ હિલીયમ ગેસનું સંશોધન અને ઉત્પાદન કરતી કંપનીમાં કર્યું છે. મુકેશ અંબાણીએ અમેરિકન કંપની સાથે કેટલા કરોડ રૂપિયામાં આ ડીલ કરી છે અને તેનો તેમને કેટલો ફાયદો થશે. એતો હવે અગામી સમયમાં જોવાનું રહ્યું.

વેવેટેક હિલિયમનો 21 ટકા હિસ્સો ખરીદ્યો

મુકેશ અંબાણીએ અમેરિકન હિલિયમ ગેસ ઉત્પાદક કંપની વેવેટેક હિલિયમનો 21 ટકા હિસ્સો આશરે રૂ. 101.33 કરોડમાં ખરીદ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગુરુવારે શેરબજારને આ અંગે માહિતી આપી હતી. વેવટેક હિલીયમ કંપની 2 મે 2021ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં સામેલ કરવામાં આવી હતી. હિલીયમનું ઉત્પાદન શરૂ કરીને 2024માં વ્યાપારી કામગીરી શરૂ કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 101.33 કરોડમાં હિસ્સો ખરીદ્યો

વેવેટેક કંપની દ્વારા ઉત્પાદિત હિલીયમનો ઉપયોગ તબીબી વિજ્ઞાન, વૈજ્ઞાનિક સંશોધન, એરોસ્પેસ અને ઉડ્ડયન, ફાઈબર ઓપ્ટિક્સ અને ઈલેક્ટ્રોનિક્સ માટે થાય છે. ભવિષ્યમાં, હિલીયમનો ઉપયોગ AI અને ડેટા સેન્ટરના વિસ્તરણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે પણ થઈ શકે છે.કંપનીએ જણાવ્યું હતું કે એક્વિઝિશન તેના એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શન બિઝનેસને લો કાર્બન સોલ્યુશન્સમાં વિસ્તારવાની કંપનીની વ્યૂહરચનાનો એક ભાગ છે. કંપનીએ કહ્યું કે ઉપરોક્ત ટ્રાન્ઝેક્શન માટે સરકાર કે નિયમનકારી મંજૂરીની જરૂર નથી.

અદાણીનો મૂદ્દો સંપૂર્ણ રીતે કોર્ટ પ્રક્રિયાનો એક ભાગ – વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ સંપૂર્ણ રીતે કોર્ટ પ્રક્રિયાનો એક ભાગ છે. આવા કિસ્સાઓમાં નિશ્ચિત કાનૂની પ્રક્રિયાઓ હોય છે. દરેક કેસ માટે કાનૂની વિકલ્પ હોય છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે તેનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે. ભારત સરકારને આ મુદ્દા વિશે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. અમે આ મુદ્દે અમેરિકન સરકાર સાથે કોઈ ચર્ચા પણ કરી નથી.

Scroll to Top