સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાર્દીક પંડ્યાનો ભોકાલ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના બેટમાંથી એક પછી એક વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી રહી છે. બરોડા ટીમ તરફથી રમી રહેલ હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટમાં બોલરો માટે આફત સાબિત થયો છે. તેણે ત્રિપુરા સામે રમાયેલી મેચમાં પણ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે લેફ્ટ આર્મ સ્પિનર ​​પરવેઝ સુલતાનનો સામનો કર્યો અને એક જ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.

પંડ્યાએ એક ઓવરમાં 28 રન ફટકાર્યા

ત્રિપુરા સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન પંડ્યાના બેટમાંથી 3 ચોગ્ગા અને 5 છગ્ગા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે સ્પિનર ​​પરવેઝ સુલતાનની એક ઓવરમાં 28 રન ફટકાર્યા હતા. બરોડાની ઇનિંગ દરમિયાન પરવેઝ સુલતાને 10મી ઓવર ફેંકી હતી.

હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક બેટીંગ કરી

આ પહેલા તમિલનાડુ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક બેટીંગ કરી હતા. હાર્દિક પંડ્યાએ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ સામે એક ઓવરમાં 29 રન બનાવ્યા હતા. ગુર્જપનીત સિંહની ઓવરના પહેલા 3 બોલ પર 3 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ પંડ્યાએ પણ ચોથા બોલ પર સિક્સર અને પાંચમા બોલ પર ફોર ફટકારી હતી. ગુર્જપનીત સિંહ IPLની હરાજી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. તેને CSKએ તેને 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

બરોડાની આસાન જીત

ત્રિપુરાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 9 વિકેટે 109 રન બનાવ્યા. જવાબમાં બરોડાની ટીમે 11.2 ઓવરમાં 115 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

 

 

Scroll to Top