પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા જઈ રહ્યું છે. BCCI અને PCB વચ્ચે આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને વિવાદ બંધ થઈ રહ્યો નથી. હવે ICCએ બંને બોર્ડ વચ્ચેના મતભેદોને દૂર કરવા માટે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું છે. અપેક્ષા રાખવામાં આવી છે કે ICC ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે પાકિસ્તાન પર દબાણ કરશે. આ દરમિયાન પીસીબીએ હવે એક નવી ધમકી આપી છે. PCBએ કહ્યું છે કે જો આવું થશે તો ભવિષ્યમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો પણ લેશે અને ભારત સામે પણ આવી જ માંગ કરશે.
ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજવા વિચારણા – શુક્લા
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતમાં બે મોટી ટૂર્નામેન્ટ યોજાવાની છે. આવતા વર્ષે ભારત દ્વારા મહિલા વનડે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 2026માં ભારત અને શ્રીલંકામાં મેન્સ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. આ જોતાં PCB પણ BCCI જેવું જ વલણ અપનાવી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની ફરજ પાડવામાં આવશે. તો તે આગામી બે મોટી ટૂર્નામેન્ટમાં પણ આ જ માંગ કરશે.
ભારતીય ખેલાડીઓની સુરક્ષાને પ્રાથમિકતા
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય વિકલ્પો પણ છે. અમારા માટે ભારતીય ખેલાડીઓની સુરક્ષા પ્રાથમિકતા છે. તેના આધારે નિર્ણય લેવામાં આવશે. અત્યારે વાતચીત ચાલી રહી છે જ્યારે બધું ફાઇનલ થશે ત્યારે અમે તમને જણાવીશું.
શુભમન ગિલે નેટ પ્રેક્ટિસ ચાલુ કરી
શુભમન ગિલ ભારતીય ટીમના નેટ સેશન દરમિયાન બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તે ડે-નાઈટ પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે કે નહીં તે અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી. ભારતીય ટીમ 29 નવેમ્બરે કેનબેરામાં પ્રેક્ટિસ કરશે. આ પછી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે બે દિવસીય મેચ રમ્યા પછી 2 ડિસેમ્બરે એડિલેડ માટે રવાના થશે.