સામાન્ય લોકોને પૈસા ઠગ કરનાર ભૂપેન્દ્ર ઝાલાનો નવો એક કારનામાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્ર ઝાલાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહાઠગનો કારોબાર વિદેશમાં પણ ફેલાવ્યો હતો. આરોપીએ આફ્રિકા, બેંગકોક,મલેશિયા અને સિંગાપોરમાં પણ પૈસા મોકલ્યાના ખુલાસા થયા છે. તેમને UAE અને ગોલ્ફ દેશોમાં અનેક જગ્યાએ રોકાણ કરેલું છે. આ મહાઠગ સામન્ય લોકોના પૈસા ઉઘરાવી વિદેશમાં મોકલતો હતો. આ ઉપરાંત તેમણે દુબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.
BZ ગ્રુપના સાત એજન્ટોની પોલીસે ધરપકડ કરી
CIDએ મહાઠગના અનેક સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટ પર કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. પોલીસે સાંબરકાંઠાના હિંમતનગરમાં આરોપીના મળતીયાના ઘર અને ઓફિસ પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. એજન્ટ રૂષિત મહેતાના ઘરે અને ઓફિસે CID ક્રાઈમે અનેક રીતે તપાસ કરી હતી. આ એજન્ટ BZ ગ્રુપનું એકાઉન્ટ હેન્ડલ કરતો હતો. BZ ગ્રુપના સાત એજન્ટોની પોલીસે ધરપકડ કરી હતી.
એજન્ટોએ નાણાકીય લાભ મેળવ્યો
CID ક્રાઈમે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વિવિધ એજન્ટ પર તવાઈ બોલી હતી. જેમાં મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. આ એજન્ટો ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે મળી માલપુરમાં ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતા હતા. આ એજન્ટોએ ઝેડ ગ્રુપમાંથી એક ફોર્ચ્યુનર કાર અને નાણાકીય લાભ મેળવ્યો છે. મિત્રો, સગા સંબંધીઓને બીઝેડ ફાયનાન્સમાં રોકાણ કરીને તગડુ કમિશન મેળવ્યું અને રોકાણકારોને ઉંચુ વ્યાજ પણ અપાવ્યું હતું.
ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશ ભાગી ગયાની પોલીસને આશંકા
અરવલ્લીનાં BZ ગૃપ પર CID ટીમે મોટી કાર્યવાહી કરી છે. BZ GROUPનાં એજન્ટોની ઓફિસો પર CID ની જુદીજુદી ટીમોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે કંપની દ્વારા બેફામ પૉન્ઝી સ્કીમ ચલાવવામાં આવી હતી. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હતા. કંપની પર ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. ત્યારે હવે BZ ગૃપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે.