જૂનાગઢ ગાદી વિવાદમાં મોટો ઝગડો, મહેશગીરી ભાન ભૂલ્યા, ગિરીશ કોટેચાને કહ્યું……….

– ગિરીશ કોટેચાને લઇ મહેશગીરીનો બેફામ વાણીવિલાસ
– ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો ઉધડો લેવામાં એક સંત મર્યાદા ચુક્યા
– પૂરી શાક વેચી કોઈ બંગલા ન બાંધી લે – મહેશગિરિ

જુનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ગાદી વિવાદ ચાલુ થયો છે. અંબાજી મંદિરની ગાદી માટે સંતોમાં રાજકારણ થવા લાગ્યું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ સતત સામે આવી રહ્યા છે. આ વિવાદની વચ્ચે મહેશગીરી બાપુએ ભાજપના નેતાઓને કરોડો રૂપિયા આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી હરિગીરી બાપુ ઉત્તર પ્રદેશમાં હતા. ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગિરીશ કોટેચાને લઇ મહેશગીરીનો બેફામ વાણીવિલાસ કર્યો છે.

પૂરી શાક વેચી કોઈ બંગલા ન બાંધી લે : મહેશગિરિ

જૂનાગઢ ગાદી વિવાદમાં મોટો ઝગડો વધ્યો છે. ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢના પૃર્વ મેયર ગિરીશ કોટેચાને લઈ બેફામ વાણીવિલાસ કર્યો છે. બાપુ કહ્યું કે પૂરી શાક વેચી કોઈ બંગલા બાંધી લેતા નથી. માત્ર તમે નહીં પરંતુ સમગ્ર હિન્દૂ સમાજ ઈચ્છે છે કે વિવાદનો અંત આવે. ગિરનાર ઉપર સૌચાલય બનાવી નથી શકતો અને અમને સલાહ દેવા નીકળ્યા છે. આ ઉપરાંત કૌંભાડની યાદીમાં તમારૂ નામ પણ સામેલ છે. બાપુએ વધુમાં કહ્યું ગિરીશકોટેચાએ ભવનાથ મંદિર હડપ્પ વાનો પ્રયાસ કર્યો હતો તેવા આક્ષેપ પણ કર્યા છે.

એક સંતને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ

મહેશગીરી બાપુના બેફામ વાણીવિલાસ બાદ બાપુની ખુબ જ ટીકા થઈ રહી છે. લોકો બાપુ સામે સવાલ કરી રહ્યા છે કે સંતને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોની લાગણી સાથે ખિલવાડ થઈ રહ્યો છે. ગિરીશ કોટેચા રાજકારણી આગેવાન છે તેની સામે આવા આક્ષેપ કરવા કેટલા વ્યાજબી કહેવાઈ?

એક રાજકીય પક્ષ અને બે કલેક્ટરે રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ

તમામ વિવાદોની વચ્ચે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ વચ્ચે હોબાળો થયો હતો.ખુદ તનસુખગીરી બાપુના જ શિષ્ય કીશોર અને યોગેશે આરોપ લગાવ્યો કે મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ હોસ્પિટલમાં હતાં ત્યારે તેમની પાસે ખોટી રીતે સહી-સિક્કા કરાવી લીધાં. તો બીજી તરફ મહેશગીરી બાપુનો દાવો છે કે ડૉક્ટર અને વકીલની સાક્ષીએ તનસુખગીરી બાપુએ સહી-સિક્કા કરીને. અંબાજી ગાદીનું ધ્યાન રાખવા કહ્યું હતું. મહેશગીરી બાપુની માંગ છે કે સનાત ધર્મની રક્ષા માટે અને પરંપરા મુજબ આ ગાદી કોઈ સારી વ્યક્તિના હાથમાં જાય

Scroll to Top