khyati hospital: કાર્તિક પટેલના કારસ્તાનનો પર્દાફાશ,રાજનેતાઓ બચાવવા મારી રહ્યા છે હવાતિયા

– મેડિકલ માફિયા પર કાર્યવાહી ક્યારે?
– કાર્તિક પટેલે 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું
– રાજનેતાઓ કાર્તિકને બચાવવા મારી રહ્યા છે હવાતિયા

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે દિવસેને દિવસે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ અંગે એક મોટી વાત સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2 આરોપી વિદેશ ભાગી ગયા હોવાની સંભાવના છે. આ ઉપરાંત તમામ આરોપીઓએ પોતાના મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી લીધા છે. એક આરોપીનો મોબાઇલ ચેન્નઈથી અને બીજા આરોપીનો મોબાઇલ રાજસ્થાનથી સ્વીચ ઓફ થયો છે.

જમીન કૌભાંડ પણ સામે આવ્યું

ખ્યાતિ ગ્રૂપનું કારસ્તાનને લઇ મોટો પર્દાફાશ થયો છે. કાર્તિક પટેલે અમદાવાદમાં વિવિધ જગ્યાએ 6,00,000 વાર જમીનના પૈસા લીધા અને દસ્તાવેજ કર્યા નહીં. તેમણે ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાનો ગેરલાભ લઈને બે લોકોને મોતને ઘાટ ઉતાર્યાની વાત સામે આવી ગઈ છે. ભાડજમાં 650 પ્લોટની સ્કીમ મૂકીને કોરાણકારો પાસે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. વિવિધ જગ્યાએ 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું હતું.

કાર્તિક પટેલે 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું

700 થી 900 કરોડનું કૌભાંડ કરનાર કાર્તિક પટેલ ક્યા છે. ખ્યાતિ કાંડને આટલા દિવસો થઈ ગયા છે છતા આ આરોપી પોલીસના હાથમાં કેમ આવતો નથી. આરોપી કોણ બચાવી રહ્યું છે. જ્યારે કાર્તિક પટેલના ઘરેથી દારૂની બોટલો અને આટ આટલા કૌંભાડ કર્યા છતા હજુ પણ કાર્તિક પટેલ પોલીસ પકડથી દૂર છે. અનેક રાજનેતાઓના કાર્તિક પર આશીર્વાદ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત નેતાઓ પણ રાજનેતાઓ કાર્તિકને બચાવવા મારી રહ્યા છે હવાતિયા.

PMJAY યોજનાનો ખોટો લાભ લીધો

ખ્યાતિ હોસ્પિટલ આરોપીઓએ 2021માં ખરીદી હતી. હોસ્પિટલ ખરીદી બાદમાં તેઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કોભાંડ શરૂ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં દરરોજ એવરેજ ત્રણથી ચાર હદયની સર્જરી થતી. ખ્યાતિ હોસ્પિટલનું કરોડોનું કૌભાંડ છતાં કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવાતો ન હતો. ભૂતકાળમાં અનેક નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ તબીબો ખ્યાતિ હોસ્પિટલમાં નોકરી છોડીને જતા રહ્યા હતા.

Scroll to Top