શ્રેયસ અય્યર થોડા સમય પહેલા આઉટ ઓફ ફોર્મ હતો. પરંતુ જ્યારથી તે ફોર્મમાં પરત ફર્યો છે ત્યારથી તેનું બેટથી રનનો વરસાદ થઈ રહ્યો છે. શ્રેયસ અય્યરે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં તેમણે 13 છગ્ગા અને 19 ચોગ્ગા સાથે તોફાની બેટીંગ કરી હતી. અય્યર પર પંજાબ કિંગ્સે 26 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અય્યરની દમદાર બેટીંગથી બોલરને પરસેવો છૂટ્યો
શ્રેયસ અય્યરે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂક્યો છે. IPLની હરાજી શરૂ થવાના એક દિવસ પહેલા 23મી નવેમ્બરે ગોવા સામે પ્રથમ મેચ હતી. તેણે 57 બોલમાં 10 સિક્સર અને 11 ફોરની મદદથી 130 રન બનાવ્યા હતા. જ્યારે બીજી મેચ 27 નવેમ્બરે મહારાષ્ટ્ર સામે 20 ઓવરમાં 172 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે અય્યરે
39 બોલમાં 3 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. આ બંને મેચ મુંબઈ અય્યરની કેપ્ટનશીપમાં જીતી
પંજાબ કિંગ્સે 26 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં શ્રેયસ અય્યર એવા એક બેટ્સમેન છે જેની સ્ટ્રાઈક રેટ 200થી ઉપર છે. 2 મેચ બાદ તેણે 209.37ના સ્ટ્રાઈક રેટથી 201 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 13 સિક્સ અને 19 ફોર ફટકારી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો ત્રીજો સૌથી સફળ બેટ્સમેન છે.
અય્યર પંજાબ કિંગ્સનો કેપ્ટન?
શ્રેયસ અય્યરનું આ ફોર્મ પંજાબ કિંગ્સ માટે રાહતના સમાચાર છે. આઈપીએલ 2025ની હરાજીમાં 26 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને તેને ખરીદ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર પંજાબનો કેપ્ટન પણ હશે.