જીજ્ઞેશ મેવાણી આવ્યા જનતાની વહારે, સરકાર આ પ્રોજેકટ રદ્દ કરો…..

ગુજરાત માથે દિન પ્રતિદિન દેવું વધી રહ્યું છે. તેવામાં ગુજરાત સરકાર નવા MLA ક્વાર્ટર બનાવવાની યોજના તૈયારી કરી રહી છે. રાજ્યમાં આજે પણ કેટલાઈ લોકો છે જેમને પોતાનું ઘર રહેવા નથી. સામાન્ય લોકો ભાડાના મકાનમાં રહીને ગુજરાન કરી રહ્યા છે. આવામાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી MLA ક્વાર્ટરની યોજના રદ કરવાની માંગણી કરી છે.

MLA ક્વાર્ટરમાં કરોડોના ખર્ચે ફર્નિચર કરવાની શું જરૂર?

જીજ્ઞેશ મેવાણીએ પત્રમાં લખ્યું કે ગાંધીનગરમાં સેકટર 17 ખાતે ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે નવા ફ્લેટ બની રહ્યા છે. તેનો હું સખત વિરોધ નોંધાવી રહ્યો છું. દરેક ધારાસભ્યો પાસે પોતાના કે પોતાના પરિવારના મકાનો છે. વિધાનસભાનું સત્ર 365 દિવસ માંથી બંને સત્ર મળીને માંડ 40 દિવસનું હોય છે. ત્યારે MLA ક્વાર્ટર પાછળ 110 કરોડના ફર્નિચરની કોઈ જરૂર નથી.

સારા તજજ્ઞો પાસે એનું સમારકામ કરાવી દેવું જોઈએ

મેવાણીએ સરકારને અપીલ કરી છે કે, 250 કરોડથી વધુના આ પ્રોજેક્ટને અટકાવી ધારાસભ્યોને બદલે ગાંધીનગરના જ ઘર વિહોણા લોકો માટે આવાસ યોજના બનાવી દેવી જોઈએ. આવા આલીશાન મકાનો અને એમાંય આલીશાન ફર્નિચર ઉભુ કરીને આપણે રાજ્યના સામાન્ય નાગરિકોને શું સંદેશો આપીએ છીએ?

110 કરોડના ફર્નિચરની કોઈ જરૂર નથી.

પત્રમાં વધુ ઉલ્લેખ કરતા કહ્યું કે ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ અને આઉસોર્સિંગના કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવા રાજ્ય સરકાર તૈયાર નથી. બીજી તરફ આટલો કરોડોનો ધુમાડો કરવાની શું જરૂર છે? MLA ક્વાર્ટરમાં સમારકામની જરૂર હોય તો સારામાં સારા તજજ્ઞો પાસે એનું સમારકામ કરાવી દેવું જોઈએ. પંરતુ નવા MLA ક્વાર્ટરની કંઈ જરૂર નથી. સરકારે કરોડોનો ધુમાડો બિનજરૂરી MLA ક્વોટર્સમાં કરવાની જરૂર નથી. સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેવા આધુનિક આવાસ પુરા પાડી તેમના પણ સર્વાંગી વિકાસનો ઉમદા ખ્યાલ ધ્યાને રાખવાની જરૂર છે.
એક પણ ગુજરાતી ઘર વિહોણો હોય ત્યાં સુધી કરોડોના ધુમાડા કરી ધારાસભ્યો માટે આવા આલીશાન ફર્નિચર વાળા ફ્લેટ ઊભા કરવાની કોઈ જ જરૂર નથી.

Scroll to Top