રાજકોટ જીલ્લાના ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. કપાસના ઉભા પાકમાં રોગ તો બીજી તરફ ખેડૂતોને કપાસના ભાવ પૂરતા મળી રહ્યા નથી. આ સ્થિતીમાં લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે DAPના ખાતરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતીમાં ખેડુત ખેતી કંઈ રીતે કરશે? સરકાર સામે વાંરવાર રજૂઆત કરવા છતા કપાસના ભાવ પૂરતા નથી મળતા હવે DAPનું ખાતર પણ નથી મળતું.
કપાસમાં વિવિધ રોગ આવતા ખેડુતોને નુકશાન
સ્થાનિક ખેડુત જ્યેશ ભાઈએ કહ્યું કે ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધેને તેર તુટે એવી સ્થિતી ઉભી થઈ છે. સતત ભારે વરસાદને કારણે વાવેતર ધોવાઈ ગયું છે. ખેડૂતોએ ત્રણ ત્રણ વખત વાવેતર કરીની કપાસનો ફાલ બેઠો ત્યારે માવઠું થયું એને કારણે ફાલ ખરી ગયો અને ફરી ખેડૂતોએ મહામહેનત એ ફરી સાળ સંભાળ કરી અને ફરી કપાસ નું ફાલ આવ્યો અને અચાનક કપાસના પાકમાં રાતડ અને થીપસ અને ચર્મી નામનો રોગ આવી ગયો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવું છે કે, લોક ડાઉન બાદ ખેડૂતોની હાલત સતત કફોડી બની ચૂકી છે. લોક ડાઉન બાદ ખેડૂતો એક બદ એક આકાશી આફતનો સામનો કરી રહ્યા છે અને આર્થિક નુકસાન વેઠી રહ્યા છે અને દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે.
કપાસના પ્રતિ મણના ભાવ 1200 થી 1400 મળે છે
એક તરફ આકાશી આફતો તો બીજીંતરફ કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતો હાલ કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવે છે ત્યારે કપાસના પૂરતા ભાવ મળતા નથી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ખાતર બિયારણ જંતુનાશક દવા સહિત ખેતી ખર્ચ વધ્યો અને ભાવ ઓછા મળી રહ્યા છે. યાર્ડમાં ખુલી બજારમાં કપાસના પ્રતિ મણના ભાવ 1200 થી 1400 મળે છે. જે વધીને 2000 મળે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.