અમરેલી ભાજપમાં ખળભળાટ,17 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી

– અમરેલી નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
– પાલિકાના 17 સદસ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી
– પાલિકા પ્રમુખ બિપીન લીંબાણી સામે અવિશ્વાસની દરખાસ્ત
– અવિશ્વાસની દરખાસ્ત આવતા અમરેલીના રાજકારણમાં ખળભળાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં બગાવતના સૂર જોવા મળે છે. ભાજપના આગેવાનો નેતા અને ક્રાર્યકરોમાં અંદરખાને વિરોધ જોવા મળે છે. તમામ કાર્યકરો અંદરો અંદર નારજ છે. પરંતુ કોઈ આગેવાન કે નેતા સામે આવીને રજૂઆત કરતા નથી. હવે અમરેલી જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. અમરેલી નગરપાલિકાના 17 સદસ્યોઓ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ છે.

નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

અમરેલી પાલિકાના 17 સદસ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. દરખાસ્ત મુકવાનું મુખ્ય કારણ ગત 17 ઓક્ટોમ્બરના રોજ પાલિકાએ બોલાવેલી જનરલ સભા ફરી ના બોલાવતા પાલિકાના સદસ્યો સામે આવ્યા હતા.પાલિકાના ચીફ ઓફિસર અને અમરેલી કલેકટરને લેખિત અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવી હતી. પાલિકાના પ્રમુખ બિપીન લીંબાણી સામે અવિશ્વાસ રજૂ કર્યો હતો.

આ પહેલા લીલીયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ પણ રાજીનામા આપ્યા હતા

લીલીયા તાલુકા પંચાયતના કંચનબેન અરજણભાઇ ધામત અને ઘનશ્યામ પ્રાગજી મેઘાણીએ આપ્યા રાજીનામા ધરી દિધા છે. આ બંન્ને તાલુકા પંચાયત સીટ નંબર 1 અને સીટ નંબર 2 ના સદસ્યો હતા. તેમને ટી.ડી.ઓ.ને રાજીનામા આપ્યા છે. ભાજપના રાજમાં કામ ના થતા હોવાના આક્ષેપ સાથે 2 સદસ્યોને રાજીનામા થી ભાજપમાં ઉકળતો ચરૂ સામે આવ્યા છે.

Scroll to Top