ઝારખંડ: ભાજપ ન કરી શકે તે હેમંત સોરેને કરી બતાવ્યું, 24 વર્ષનો રેકોર્ડ તોડયો

મુખ્યમંત્રી હેમંત સોરેન બીજી વખત ઝારખંડમાં જીત થઈ છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળનું ગઠબંધન વિધાનસભાની 81માંથી 57 બેઠકો પર આગળ છે. હેમંત સોરેને આ જીતનો શ્રેય તેની પત્ની કલ્પના સોરેન અને તેની ટીમને આપ્યો છે.

ગઠબંધન વિધાનસભાની 81માંથી 57 બેઠકો પર આગળ

સોરેને કહ્યું કે અમે લોકસભા ચૂંટણીમાં જેએમએમ-કોંગ્રેસ ગઠબંધને 14માંથી પાંચ બેઠકો જીતી હતી. જો હું જેલની બહાર હોત તો અમે વધુ સારું કર્યું હોત. તે સમયે મારી પત્ની કલ્પના સોરેન ‘વન-મેન આર્મી’ તરીકે કામ કરતી હતી. આ વખતે અમે બે હતા.

મતદાર અને નેતા વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક જેવો

ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. આના પર બોલતા હેમંત સોરેને કહ્યું, ‘મુખ્ય વાત એ છે કે લોકો કોને સાંભળે છે. મતદાર અને નેતા વચ્ચેનો સંબંધ શિક્ષક અને વિદ્યાર્થી જેવો હોવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીની જરૂરિયાતોને સમજવી જોઈએ.

આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી

હેમંતે કહ્યું લોકોએ જોયું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે કેવી રીતે તેમની સાથે રહ્યા, તેઓએ અમને ખૂબ નજીકથી જોયા. મતદારોના મનમાં હોઈ શકે તેવા દરેક મુદ્દા પર પ્રશ્નોના જવાબ આપીએ છીએ. અમે બીજેપી જે ખોટું કરી રહી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અમે જે સાચુ કરી રહ્યા છીએ તેના પર ભાર મૂક્યો.

Scroll to Top