ગેનીબેનના ગઢમાં ભાજપ અને અપક્ષ ખેલ બગાડવાના મૂડમાં

– વાવ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને મોટી લીડ મળશે: સર્વે
– માડકા સીટ પર ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર
– વાવ જિલ્લા પંચાયતની પર ત્રણેય ઉમેદવારોની નજર
– માડકાના ચૌધરી સમાજના 50 ટકાથી વધુ મત માવજી બા લઇ જશે

 

બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી જીતવા માટે બંન્ને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતારીયા છે. આ બંન્નેનો ખેલ બગાડવા માટે અપક્ષ ઉમેદવાર માવજી પટેલની અપક્ષ ઉમેદવારથી રાજકારણ ગરમાયું છે. વાવ બેઠકમાં 70 ટકા મતદાન થયું છે. જ્યારે 2022ની સરખામણી કરતા 5 ટકા મતદાન ઓછુ થયું છે. જેના કારણે ત્રણેય ઉમેદવારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે આપણે ન્યુઝ રૂમ ગુજરાત પર માડકા જિલ્લા પંચાયત અને વાવ જિલ્લા પંચાયતના સીટનો સચોટ સર્વે સામે આવ્યો છે.

વાવના ઠાકોર સમાજના 60 ટકા મત કોંગ્રેસને મળી શકે: સર્વે

સર્વેમાં સામે આવ્યું છે કે માડકા જિલ્લા પંચાયત સીટ પર પણ મોટા ઉલટફેરના એંધાણ દેખાઈ રહ્યા છે. માડકામાં સૌથી વધુ ઠાકોર સમાજના મત છે. અહીં ચૌધરી, દલિત અને બ્રહ્મ સમાજનુ પણ આ બેઠક પર પ્રભુત્વ જોવા મળે છે. આ સીટ પર કોંગ્રેસ ત્રીજા નંબરે રહે તેવી શક્યતાઓ છે. આ સીટ પર ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે.માડકા સીટ પર માવજી બા ભાજપનું મોટાપાયે ગણિત બગડશે તેવા તારણ સામે આવી રહ્યા છે. આ સીટ પર 50 ટકાથી વધુ મત માવજી બા લઇ જશે.

વાવ જિલ્લા પંચાયતની પર ત્રણેય ઉમેદવારોની નજર

છેલ્લી અને મહત્વની વાવ જીલ્લા પંચાયત જેના પર ત્રણેય ઉમેદવારોની નજર માંડીને બેઠા છે. સૌથી વધુ રાજપૂત સમાજના મત આવેલા છે. અહીં દલિત, ચૌધરી, દેસાઈ અને ઠાકોર સમાજ પણ નિર્ણાયક ભૂમિકામાં હશે. સર્વે પ્રમાણે રાજપૂત સમાજ કોંગ્રેસને મત આપશે. આ બેઠક પરથી કોંગ્રેસને મોટી લીડ મળે તેવી સંભાવના રહેલી છે. જ્યારે ત્રણેય ઉમેદવારમાં ગુલાબસિંહ રાજપુતને ફાયદો થવાનો છે.

વાવ બેઠકોનો ઈતિહાસ
વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

Scroll to Top