તડાવ સીટ પર 13 હજાર ચૌધરી સમાજના મત
ચૌધરી સમાજના 70 ટકા મત માવજીભાઈને મળશે: સર્વે
તડાવ સીટ પરથી માવજી ચૌધરીને મળશે લીડ: સર્વે
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી જીતવા માટે બંન્ને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતારીયા છે. આ બંન્નેનો ખેલ બગાડવા માટે અપક્ષ ઉમેદવાર માવજી પટેલની અપક્ષ ઉમેદવારથી રાજકારણ ગરમાયું છે. વાવ બેઠકમાં 70 ટકા મતદાન થયું છે. જ્યારે 2022ની સરખામણી કરતા 5 ટકા મતદાન ઓછુ થયું છે. જેના કારણે ત્રણેય ઉમેદવારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે આપણે ન્યુઝ રૂમ ગુજરાત પર તડાવ જિલ્લા પંચાયત સીટનો સચોટ સર્વે સામે આવ્યો છે.
ચૌધરી સમાજના 70 ટકા મત માવજીભાઈને મળશે
કોઈપણ ઉમેદવારને લીડ મેળવવા માટે તડાવ જિલ્લા પંચાયત સીટ ખુબ મહત્વની છે. આ સીટ સર્વે અનુસાર શંકર ચૌધરી અને માવજી બાનું ભવિષ્ય નક્કો કરશે.
અહીં 13 હજાર ચૌધરી સમાજના મત આવેલા છે. તેમજ દલિત અને રાજપૂત સમાજનું પણ તડાવમાં પ્રભુત્વ સારા રહેલું છે.
મારવાડી અને દેશી ચૌધરીના મત તડાવમાં ખુબ નિર્ણાયક
બીજી મહત્વાની વાત એછે કે મારવાડી અને દેશી ચૌધરીના મત માવજી પટેલનું ભવિષ્ય નક્કી કરશે. સર્વે અનુસાર ચૌધરી સમાજના 70 ટકા મત માવજીભાઈ લઇ જશે. આ ઉપરાંત ચૌધરી સમાજના 20થી 30 ટકા મત ભાજપને મળી શકે છે. તડાવ સીટ પર ચાલશે માવજી બાનો જાદુ ચાલવાનું છે અને મોટી લીડ મેળવવામાં સફળ રહેશે. આ સીટ પર બીજા નંબરે કોંગ્રેસ તો ભાજપને સૌથી ઓછા મત મળશે.