– ઢીમા સીટ પર ન ચાલ્યો ગેનીબેનનો જાદુ
– ઢીમાના ઠાકોરો રહ્યા સ્વરૂપજીની સાથે: સર્વે
– દલિત સમાજના 4 હજારો તો 3500 જેટલા ચૌધરી સમાજના મત
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 97 સંવેદનશીલ કેન્દ્ર મળી કુલ 321 મતદાન મથકો પર મતદાન થયું હતું. કુલ 70 ટકા મતદાન થયું હતું. 2022 કરતા આ વખતે 5 ટકા ઓછુ મતદાન થયું હતું. જેના કારણે ત્રણેય ઉમેદવારોના ધબકારા વધી ગયા છે. હવે આવતી કાલે પરીણામ જાહેર થવાના છે. આ પરીણામ પહેલા ન્યુઝ રૂમ ગુજરાતી પર વાવ વિધાનસભામાં આવતી તમામ જીલ્લા પંચાયતનો સર્વે કરવામાં આવ્યો છે. ઢીમા જિલ્લા પંચાયત સીટ પર કોને વધુ મત મળશે. ત્યારે નજર નાખ્યે ઢીમા જિલ્લા પંચાયત સીટના આંકડા પર.
શંકર ચૌધરીનું પ્રભુત્વ વાળી પંચાયત
ઢીમા જિલ્લા પંચાયત સીટ પર મોટાપાયે ઉલટફેરના સંકેત મળી રહ્યા છે. આ સીટ પર સૌથી વધુ દલિત સમાજનું મતદાન આવેલું છે. અહીં દલિત સમાજના 4 હજારો તો 3500 જેટલા ચૌધરી સમાજના મત છે. આ બેઠક પર દેસાઈ અને ઠાકોર સમાજના નિર્ણાયક મત છે. સર્વેના મતે આ સીટ પર ન ચાલ્યો ગેનીબેનનો જાદુ. સ્વરૂપજીની સાથે પર શંકર ચૌધરીનું પણ પ્રભુત્વ રહેલું છે. આ બેઠક પર સ્વરૂપજીને ઠાકોર અને ચૌધરીના મોટાભાગના મત મળશે. આ ઉપરાંત દલિત અને રાજ્પુતોના મત કોંગ્રેસને મળશે. અહીં માવજી બા દુર દુર સુધી જોવા મળતા નથી. આ બેઠકની વાત કરવામાં આવે તો સ્વરૂપજી અને ગુલાબસિંહ વચ્ચે રહશે કાંટેકી ટક્કર રહેલી છે.
વાવ બેઠકોનો ઈતિહાસ
વાવ પેટાચૂંટણી માટે ભાજપે ઠાકોર સમાજના મોટા નેતા સ્વરૂપજીને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને મેદાને ઉતાર્યા છે. ત્યાર વાવની પેટાચૂંટણી રશપ્રદ બની ગઈ છે. બંન્ને પક્ષનો ખેલ બગાડવા માટે અપક્ષ માવજી પટેલે ફોર્મ ભરીને ભાજપની મુશ્કેલી વધારી દિધી છે. આ બેઠક પર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.