– સુઈગામ સીટ પર રાજપૂત સમાજના 6 હજાર જેટલા મત
– સુઈગામ સીટ પર દલિતોના મતનું પણ મોટું પ્રભુત્વ
– સુઈગામના ચૌધરી સમાજના મત માવજી બાએ મોટાપાયે બગાડ્યા
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીના પરીણામ આવતી કાલે આવવાના છે. ત્યારે evmની પેટીઓ પર ત્રણેય ઉમેદવારની નજર રહેલી છે. આ બેઠક પર ગુલાબસિંહ રાજપુત ભાજપ માંથી સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા છે. આ બંન્નેના ખેલ બગાડવા માવજી પટેલ પણ મેદાનમાં છે. ત્યારે ન્યુઝ રૂમ ગુજરાતી વાવ વિધાનસભામાં આવતી તમામ જીલ્લા પંચાયતનો સર્વે કરવામાં આવ્યો છે. જેમા અનેક ચોકવનારા સર્વે સામે આવ્યા છે. સુઈગામ જિલ્લા પંચાયત સીટ પર કોણ બાજી મારશે. ત્યારે નજર નાખ્યે સુઈગામ જિલ્લા પંચાયત સીટના આંકડા પર.
રાજપૂત સમાજના 80 ટકા જેટલા મત ગુલાબસિંહને મળશે: સર્વે
સુઈગામ સીટ પર ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ત્રણેયની નજર ટકાવીને બેઠા છે. આ બેઠક પર રાજપૂત સમાજના 6 હજાર જેટલા મત રહેલા છે. જેની સુધા મત કોંગ્રેસને મળે તેમ છે. અહીં દલિતોના મતનું પણ મોટું પ્રભુત્વ રહેલું છે. રાજપૂત સમાજના મતને લઇ સૌથી મોટા સર્વે સામે આવ્યો છે. ગુલાબસિંહ રાજપુતને વન-વે મત મળી શકે તેમ છે. રાજપૂત સમાજના 80 ટકા મત કોંગ્રેસને મળશે.
સુઈગામ સીટ પર દલિતોના મતનું પણ મોટું પ્રભુત્વ
જ્યારે 15થી 20 ટકા મત ભાજપને પણ મળશે તેવું સર્વેમાં સામે આવી રહ્યું છે. આ ઉપરાંત માવજી ચૌધરીને 5 ટકા જેટલા રાજપૂત સમાજના મત મળશે. ભાજપના પરંપરાગત મત માવજી પટેલ તોડી શકે છે. આ સુઈગામમાં કોંગ્રેસને મોટી લીડ મળવાની સંભાવના રહેલી છે. આ બેઠક પર ગુલાબસિંહને સારા મત મળશે તો વાવ પેટાચૂંટણી જીતવી કોંગ્રેસ માટે આસન બની જશે.