મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ exit poll સામે આવ્યા છે . આ exit pollમાં મહાયુતિને 150થી 170 સીટ આવી શકે તેમ છે. હવે 23 નવેમ્બરે પરીણામ આવવાના છે. પરંતુએ પહેલા રાજ્યના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના નેતા નાના પટોલે અને શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. જો કે મહાવિકાસ આઘાડી (MVA) રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, પરંતુ પરિણામો પહેલા જ MVAમાં ભંગાણના સંકેત દેખાઈ રહ્યા છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિ આગળ
મતદાન પૂર્ણ થયા પછી, એક્ઝિટ પોલના પરિણામો આવ્યા, મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિ ગઠબંધનની સરકાર બનાવવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ એક્ઝિટ પોલના પરિણામો બાદ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડીની સરકાર બનશે.
કોંગ્રેસના મોાટાનેતાએ જાહેરાત કરવી જોઈએ
નાના પટોલેના નિવેદન પર સંજય રાઉતે તેના નિવેદનને ફગાવી દીધું હતું. રાઉતે કહ્યું કે હું આ સ્વીકારીશ નહીં. અમે સાથે બેસીને નક્કી કરીશું કે શું નાના પટોલેએ આવું કહ્યું છે અને શું નાના પટોલે પાસે કોંગ્રેસની કમાન છે. શિવસેના (UBT) નેતાએ કહ્યું કે આવી જાહેરાત કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓ તરફથી આવવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે કહ્યું છે કે જો તમે મુખ્યમંત્રી બનતા હોવ તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સોનિયા ગાંધીએ તેની જાહેરાત કરવી જોઈએ.
મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મહા એક્ઝિટ પોલ
મેટ્રિક્સ પોલ
ભાજપ- 150-170
કોંગ્રેસ- 110-130
અન્ય- 8-10
ચાણક્ય પોલ
ભાજપ – 152-160
કોંગ્રેસ- 110-138
અન્ય- 6-8
PMARQ પોલ
ભાજપ- 137-157
કોંગ્રેસ- 126-146
અન્ય- 2-8
મહા એક્ઝિટ પોલ
ભાજપ-152
કોંગ્રેસ-123
અન્ય – 10