મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન થયું હતું. આ સાથે, ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. હવે 23મી નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે. પરંતુ આ પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે.
23મી નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે
MATRIZE એક્ઝિટ પોલના ડેટા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધન મહાયુતિને 150-170 બેઠકો મળવાની સંભાવના રહેલી છે. MVAને 110-130 બેઠકો અને અન્યને 8-10 બેઠકો મળવાની ધારણા છે. Chanakya Strategiesના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિને 152 થી 160 બેઠકો મળવાની ધારણા છે. MVA ગઠબંધનને 130 થી 138 બેઠકો મળવાના અનુમાન છે. જ્યારે અન્યને 6 થી 8 બેઠકો મળવાની ધારણા છે.
મહાયુતિ અને MVA વચ્ચે કડી ટક્કર
મહારાષ્ટ્રમાં હરીફાઈ સત્તાધારી મહાયુતિ (ભાજપ, શિંદે જૂથ, અજિત જૂથ) અને વિરોધ પક્ષ MVA ગઠબંધન (ઉદ્ધવ જૂથ, શરદ પવાર જૂથ અને કોંગ્રેસ) વચ્ચે છે. મહાગઠબંધનમાં ભાજપ 149 સીટો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના 81 સીટો પર અને અજિત પવારની એનસીપી 59 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે MVAમાં કોંગ્રેસે 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. શિવસેના (UBT) 95 બેઠકો પર અને શરદ પવારની આગેવાની હેઠળની NCP 86 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. મહારાષ્ટ્રની લડાઈમાં બહુજન સમાજ પાર્ટી અને AIMIM સહિત નાના પક્ષો પણ છે. BSPએ 237 અને AIMIMએ 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
મેટ્રિક્સ પોલ
ભાજપ- 150-170
કોંગ્રેસ- 110-130
અન્ય- 8-10
ચાણક્ય પોલ
ભાજપ – 152-160
કોંગ્રેસ- 110-138
અન્ય- 6-8
PMARQ પોલ
ભાજપ- 137-157
કોંગ્રેસ- 126-146
અન્ય- 2-8
મહા એક્ઝિટ પોલ
ભાજપ-152
કોંગ્રેસ-123
અન્ય – 10