મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, ભાજપના દિગ્ગજનેતા સામે ચૂંટણી પંચે FIR નોંધી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેના પર પૈસાની વહેંચણી કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે. કથિત રીતે પૈસાની વહેંચણીની આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તાવડે અને સ્થાનિક નેતા રાજન નાઈક હોટલ પહોંચ્યા હતા. આ દરમિયાન બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો હતો.

ભાજપ ઉમેદવાર સહિત લગભગ 250 લોકો આરોપી

મહારાષ્ટ્ર પોલીસે વિનોદ તાવડે અને અન્યો સામે પણ કાર્યવાહી કરી છે. તુલિંજ પોલીસે BNSની કલમ 223 અને RPT એક્ટ-1951ની કલમ 126 હેઠળ કાર્યવાહી કરી છે. વિનોદ તાવડે અને ભાજપના ઉમેદવાર રાજન નાઈક સહિત લગભગ 250 લોકો આરોપી છે. તુલિંજ સ્ટેશન પર કોન્સ્ટેબલ વિક્રમ ઉત્તમ પંહાલકરના નિવેદન પર આ FIR નોંધવામાં આવી છે. આમાં પૈસાની વહેંચણીનો કોઈ આરોપ નથી. બહારના નેતાએ ગેરકાયદેસર રીતે આ વિસ્તારમાં આવીને પ્રચાર પૂરો થયા બાદ બેઠક યોજી હતી.

ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ

ક્ષિતિજ ઠાકુરે આરોપ લગાવ્યો કે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લાવ્યા હતા. વસઈ-વિરારના ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુરે આરોપ લગાવ્યો કે 5 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા.મને ડાયરી અને લેપટોપ મળ્યું છે. વિનોદ તાવડેની પ્રતિક્રિયા પણ તેમના પર લાગેલા આરોપોને લઈને આવી છે. તેમનું કહેવું છે કે પૈસાની વહેંચણીનો આરોપ પાયાવિહોણો છે. ચૂંટણી પંચે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

વિનોદ તાવડેએ સ્પષ્ટતા કરી

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે કહ્યું કે નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી. મતદાનના દિવસની આદર્શ આચારસંહિતામાં વોટિંગ મશીન કેવી રીતે સીલ કરવામાં આવશે અને જો કોઈ વાંધો ઉઠાવવો હોય તો શું કરવું. તે અંગે હું લોકોને સમજાવતો હતો. બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો અપ્પા ઠાકુર અને ક્ષિતિજને લાગ્યું કે અમે પૈસા વહેંચી રહ્યા છીએ. ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવી જોઈએ. હું 40 વર્ષથી પાર્ટીમાં છું.

 

Scroll to Top