અમદાવાદમાં 22 દિવસમાં 10 હત્યા,CPના મતે ક્રાઈમ રેટ ઘટયો!

અમદાવાદ શહેરમાં અને બોપલમાં હત્યાના સિલસિલા યથાવત રહ્યા છે. પોલીસનો ખૌફ જ રહ્યો ન હોય તે રીતે ગુનેગારો બિન્દાસપણે હત્યા કરતા ખચકાતા નથી. છેલ્લા 22 દિવસમાં અમદાવાદમાં 8 અને બોષણમાં ૨ મળીને કુલ 10 હત્યાઓ થતાં શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ છે. શહેર પોલીસ કમિશનર જી.એશ.મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને ચાલુ વર્ષે ગુનાઓનું પ્રમાણ ઘટયું છે અને ગુનેગારો વિરૂદ્ધમાં સૌથી વધારે પાસા કરવામાં આવી હોવાની વાતો કરવામાં આવી હતી. બીજી તરફ એલિસભિજ પીઆઈ બી.ડી ઝીલરીયા અને કાગડાપીઠ પીઆઈ એસ.એ.પટેલની હત્યા કેસમાં બેદરકારી સામે આવતા પોલીસ કમિશનરે બન્નેને સસ્પેન્ડ કર્યા છે.

22 દિવસમા અમદાવાદે સુરતને ઓવરટેક

રાજ્યમાં કાઈમ રેટમાં સુરત પહેલા નંબર છે. પરંતુ છેલ્લા ૨૨ દિવસમા જાણે અમદાવાદે સુરતની ઓવરટેક કર્યો છે. કાઈમરેટમાં પહેલો નંબર મેળવ્યો હોય તે રીતે એક પછી એક જાહેરમાં ગુનેગારો પોલીસનો ખૌફ રાખ્યા વિના જ હત્યાનો સિલસિલો યથાવત રાખ્યો છે. કાગડાપીઠમાં બુટલેગર સહિત પાંચ શખ્સોએ જાહેરમાં તલવારો લાકડીઓ વડે બે યુવકો પર જીવલેણ હુમલો કરીને એકની હત્યા કરી દિધી હતી. જ્યારે નહેરુનગર સર્કલ ભાડુઆતી સુટરોને ૨૫ લાખમાં સોપારી આપીને હત્યા કરાવ્યાનું સામે આવ્યુ છે. થોડા દિવસો પહેલા સરખેજના પોલીસકમી વિરેન્દ્રસિહે માયકાના વિદ્યાર્થીની હત્યા કરીને ખાખીને રક્તરંજીતથી રંગી નાંખીને આબરૂની લીરેલીરા ઉડાવ્યા હતા.

બુટલેગરોને લૂંટનો પરવાનો આપ્યા- વિપક્ષ

ગુજરાતમાં વધી રહેલી હત્યાની ઘટનાને પગલે વિપક્ષે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 દિવસમાં 18 હત્યાના બનાવ બન્યા છે. ગુજરાતમાં અત્યારે હત્યા-ખૂન-ધાડ જેવી ઘટનાઓમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. માત્ર 10 મહિના જેટલા ટૂંકા ગાળામાં અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં 78 જેટલા હત્યા – ખૂનની ઘટનાઓ નોંધાઈ છે. બહેન દીકરીઓ પર બળાત્કાર થાય, ડ્રગ્સ- દારૂનો બેફામ વેપાર, વ્યાજખોરોના આતંક બૂટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા યુવકની હત્યા થાય, વલસાડમાં કોલેજીયન યુવતીનું હત્યા, બોપલમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીની હત્યા. પૂર્વ કોર્પોરટરના પુત્રની હત્યા સહિતની ઘટનાઓ બાદ પણ ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી. રાજ્યમાં એક દિવસમાં સરેરાશ ૬ જેટલી બહેન – દીકરી પર બળાત્કાર થાય શું આ છે ભાજપા સરકારનું સુરક્ષા મોડલ છે? તેવા પ્રશ્ન વિપક્ષે ઉઠાવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં હત્યાના કુલ 73 બનાવ બનવા લોકોમાં પણ સુરક્ષાની દૃષ્ટીએ ભયનો માહોલ સર્જાયો છે.

Scroll to Top