ભાજપ અને RSS ઝેરી સાપ…… ખડગેએ આવું કેમ કહ્યું, જાણો સત્ય

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાશે ત્યારે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ-આરએસએસ વિશે એવી વાત કરી કે હોબાળો થઈ ગયો હતો. ખડગેએ પીએમ મોદી માર આપતિજનક ભાષણ આપ્યું હતો. આ નિવેદન પછી રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને કોંગ્રેસના નેતા એકબીજા પર આરોપ લગાડવાનું ચાલુ કરી દીધું છે.

ભાજપ અને RSSને ઝેરી સાપ સાથે સરખાવ્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપ અને આરએસએસને ઝેર સાથે સરખામણી કરી હતી. આવા ઝેરી સાપને મારી નાખવો જોઈએ. આ ઉપરાંત ખડગેએ ભાજપ અને રાષ્ટ્રીય સેવા સંઘને રાજનૈતિક રૂપે સૌથી ખતરનાક ગણાવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી ખતરનાક છે તો તે ભાજપ-આરએસએસ છે. આ બંને ઝેર સમાન છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ઝેરી સાપને મારી નાખવો જોઈએ.

 

મોદીજી મણિપુરની મુલાકાત લેતા નથી

ભાજપ પર કટાક્ષ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેના ઉમેદવારોની સંખ્યા કરતાં વધારે છે. પીએમ મોદી સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત ન લેતા વિદેશ યાત્રા કરવામાં વધુ વ્યસ્ત છે. પીએમ મોદી ગઈકાલ સુધી અહીં હતા. મણિપુર સળગી રહ્યું છે લોકો મરી રહ્યા છે. આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. મોદીજીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી.

યુપીથી એક જોકર આવ્યો – રાઉત

સંજય રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે, યુપીથી એક જોકર આવે છે અને અમારા ભગવા કપડાનું અપમાન કરે છે. યોગીએ મહારાષ્ટ્ર આવવાની જરૂર નથી અમારૂ મહારાષ્ટ્ર સુરક્ષિત છે. સંજય રાઉતે મહારાષ્ટ્રની જનતાને મહાવિકાસ અઘાડીને ફરી સત્તામાં લાવવાની અપીલ કરી હતી. રાઉતે ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવાની વાત પણ કરી હતી. તેમણે જાહેર સભામાં કહ્યું 23 નવેમ્બરે MVAને સત્તામાં લાવો અને ત્રણ દિવસ પછી ઉદ્ધવ ઠાકરેની સરકાર બનાવો.

Scroll to Top