દિશા પટણીની મુશ્કેલીમાં વધારો, પિતા સાથે 25 લાખની છેતરપિંડી

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના પિતા અને રિટાયર્ડ પોલીસ ઓફિસર જગદીશ પટાણી મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે. દિશાના પિતાને સરકારી કમિશનમાં ઉચ્ચ પદ અપાવવાના નામે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. દિશા પટણીના પિતા જગદીશ પટનીએ શુક્રવારે સાંજે બરેલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે FIR નોંધાવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કમિશનના અધ્યક્ષ બનાવવાના નામે 25 લાખની છેતરપિંડી

આ સમગ્ર મામલે કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી ડીકે શર્માએ જણાવ્યું કે શિવેન્દ્ર પ્રતાપ સિંહ, દિવાકર ગર્ગ, જુના અખાડાના આચાર્ય જયપ્રકાશ, પ્રીતિ ગર્ગ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી, અપરાધિક ધમકી અને ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. તે આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસ કરી રહી છે અને કેસમાં કડક કાર્યવાહી કરી રહી છે.

દિશા પટણીના પિતા જગદીશ પટણી તેમના પરિવાર સાથે સિવિલ લાઈન્સ બરેલીમાં રહે છે. ફરિયાદ મુજબ આરોપી શિવેન્દ્ર પ્રતાપ સિંહને અંગત રીતે ઓળખતો હતો. શિવેન્દ્રએ જ તેમનો પરિચય દિવાકર ગર્ગ અને આચાર્ય જયપ્રકાશ સાથે કરાવ્યો હતો.

20 લાખ રૂપિયા ત્રણ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ દાવો કર્યો હતો કે તે ખૂબ જ મજબૂત રાજકીય નેતા સાથે ઓળખ ધરાવે છે.
જગદીશ પટણીને સરકારી કમિશનમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સમાન પ્રતિષ્ઠિત પદ મળવાની ખાતરી આપી હતી. જગદીશનો વિશ્વાસ જીત્યા પછી, 5 લોકોના જૂથે તેની પાસેથી કથિત રીતે 25 લાખ રૂપિયા લીધા હતા. જેમાંથી 5 લાખ રૂપિયા રોકડા હતા અને 20 લાખ રૂપિયા ત્રણ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

 

યુપી પોલીસમાંથી સીઓ પદ પરથી નિવૃત્ત થયા
જગદીશ પટણીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે છેતરપિંડી કરનારાઓએ તેમને ગેરમાર્ગે દોર્યા હતા અને તેમના એક સહયોગી હિમાંશુને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી’ તરીકે રજૂ કર્યા હતા. જેથી તેમના રાજકીય જોડાણોના ખોટા દાવાઓને મજબૂત કરી શકાય. તમને જણાવી દઈએ કે જગદીશ પટણી યુપી પોલીસમાંથી સીઓ પદ પરથી નિવૃત્ત થયા છે.

Scroll to Top