સંજુ સેમસનના પિતાનો સનસનીખેજ આરોપ, ધોની, રોહિત અને કોહલીએ કારકિર્દી બરબાદ કરી

  • ચાર ભારતીય ક્રિકેટરો જવાબદાર
  • મારા પુત્રના 10 વર્ષ બગાડ્યા
  • રાહુલ દ્રવિડે આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી

સંજુ સેમસન પોતાના કરિયરમાં ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર ખુબ રહ્યો છે. હવે ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ તેને સતત તકો મળી રહી છે અને આ તકોનો લાભ ઉઠાવીને તેણે માત્ર 5 T20 ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી છે. દરમિયાન, સંજુ સેમસનના પિતા, વિશ્વનાથ સેમસને એક નિવેદન બહાર આવ્યુ છે કે ચાર ભારતીય ક્રિકેટરોએ તેના પુત્રની ક્રિકેટ કારકિર્દીને બરબાદ કરી દીધી છે. આ ચાર ક્રિકેટરોમાં એમએસ ધોની અને વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે.

ચાર ભારતીય ક્રિકેટરો જવાબદાર

સંજુ સેમસનના પિતાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે 3-4 લોકો છે જેમના કારણે મારા પુત્રની 10 વર્ષની કારકિર્દી બરબાદ થઈ ગઈ. ધોની જી, વિરાટ જી, રોહિત જી અને રાહુલ દ્રવિડ જીએ મારા પુત્રના 10 વર્ષ બગાડ્યા. આ લોકોએ સંજુને પરેશાન કર્યો તે વધુ મજબૂત બન્યો છે.

મારા પુત્રના 10 વર્ષ બગાડ્યા

સંજુ સેમસન મૂળ કેરળથી આવે છે પરંતુ તેની ક્રિકેટ કારકિર્દી દિલ્હીથી શરૂ થઈ હતી. સંજુએ તેની યુવાનીમાં જ તેની પ્રતિભાથી બધાને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હી ક્રિકેટની અંદર પહેલા પણ ભ્રષ્ટાચારના અહેવાલો આવ્યા છે. સંજુ સેમસનની ક્રિકેટ કારકિર્દીને આગળ વધારવા માટે તેમના પિતાએ દિલ્હી પોલીસની નોકરી પણ છોડી દીધી હતી.

રાહુલ દ્રવિડે આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી

સંજુ સેમસને વર્ષ 2013માં રાજસ્થાન રોયલ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો. સેમસને IPL 2013માં 11 મેચ રમીને 206 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે ચેમ્પિયન્સ લીગમાં 6 મેચ રમી અને 192 રન બનાવ્યા. સેમસને પોતે કહ્યું છે કે રાહુલ દ્રવિડે જ તેનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી હતી.

Scroll to Top