- 8માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી
- 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
શુકવાર (16-11-24) અમદાવાદના બોપલમાં આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. આગમ કુલ 200 લોકોનું રેસ્ક્યું કરી બચાવી લેવામાં આવ્યા હતા. 22 લોકોને સારવાર હેઠળ છે. રેસ્ક્યુ દરમિયાન મીનાબેન શાહ નામની મહિલાનું મૃત્યુ થયુ હતું. મીડિયા અનુસાર મહિલાને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સ્ટેન્ટ મૂકાયુ હતું, રેસ્ક્યુ દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર બનતા મોત નિપજ્યું છે.
8માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી
મીનાબેનના પતિ કમલેશ શાહને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકી પણ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડાયા છે, આગના કારણે કોઈ દઝ્યું કે ઇજાગ્રસ્ત ન હોવાનો ચેરમેને દાવો કર્યો છે. M બ્લોકના 8માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી,ઘટના બાદ હાલ M બ્લોક સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે . M બ્લોક ના લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા સોસાયટી દ્વારા કરવામાં આવી છે.
50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
ઈસ્કોન પ્લેટીનમના M બ્લોકમાં લાગી હતી. આ 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં આગ ફટાકડાના કારણે લાગી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાના જાણ થતાં 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.