Politics/Gopal Italiya – જામનગરમાં યોજાયેલ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં જોરદાર બબાલ થઈ છે. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું છે. મહત્વનું છે કે, જામનગરના ટાઉન હોલમાં ગુજરાત જોડો કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે આ બબાલ થઈ છે. ઓડિયન્સમાં બેઠેલા એક યુવાને મંચ પાસે આવીને જૂતું ફેક્યું હતું. જૂતું ફેંકનાર વ્યક્તિને લોકોએ પકડી માર માર્યો હતો.
મહત્વનું છે કે, ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે. વર્ષ 2017માં નીતિન પટેલને રાજ્યમાં પ્રૉહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે એક ફોન કૉલ કર્યો હતો. આ ફોન કૉલનો ઓડિયો વાઇરલ થયો હતો. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. આ વિવાદને પગલે ગોપાલ ઈટાલિયા એકાએક સોશિયલ મીડિયાથી લઈને જાહેર બાબતોમાં એક ચર્ચિત નામ બની ગયા હતા. તેમણે ગુજરાત વિધાનસભાની બહાર ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ પણ ફેંક્યું હતું. રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ મામલે વિરોધ દર્શાવવા આવું કર્યું હોવાનું તેમણે કહ્યું હતું. આ ઘટના પછી તેઓ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા હતા અને તેમની સામે કેસ થયો હતો.



