Alpesh Thakor : સાણંદ તાલુકાના કલાણા ગામેથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હુંકાર ભર્યો છે. મહત્વનું છે કે, તાજેતરમાં હિન્દૂ ધર્મના યુવક અને યુવતીઓ પર થતા અત્યાચાર મામલે મોટી બેઠક મળી હતી. યુવક અને યુવતીઓ પર થતા હુમલા અને છેડતી મામલે અલ્પેશ ઠાકોર લાલઘૂમ થયા છે. કલાણા ગામે અલ્પેશ ઠાકોરે સભા યોજી ધારાસભ્ય ગામની વ્હારે આવ્યા હતા.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોઈ ચમરબંધી કે દાદા નથી કે જે ગરીબ વર્ગને ડરાવી શકે. ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ બીજાની રક્ષા કરવા માટે છે. બીજાનું રક્ષણ કરનારના પરિવાર સામે હાથ ઉપાડે તો એ તોડતા આવડે પણ છે. હું કહેવા આવ્યો છું હું એ જ અલ્પેશ ઠાકોર છું. પોલીસનું કામ છે લોકોને રક્ષા કરવાનું. કોઈ સામાન્ય વર્ગના લોકોને ડરાવે ધમકાવે તો એને પાડી દો.
પોલીસને સંબોધતા કહ્યું છે કે, અસામાજિક તત્વોના ટાંટિયા તોડી નાખો, આ સિવાય, રાતના 2 વાગ્યે પણ તમને કોઈ હેરાન કરે તો મને બોલાવજો, 10 દિવસમાં ગામના ચોકમાં ગરબાનું આયોજન કરો. હું ક્યારેય ગરબા રમવા નથી ગયો અહીંયા આવીશ, તમને હવે કોઈ હેરાન કરે તો પછી હું છુ અને એ તમે ચિંતા ના કરો.



