Gandhinagar : એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય Jignesh Mevani પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે, તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને બુટલેગર સાથે ગાઢ સંબધ હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે અને પોલીસે તે બુટલેગરની ધરપકડ પણ કરી દીધી છે. નવસારી જિલ્લાના વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ફરી વિવાદોમાં સપડાયા કે શું ! એક જાહેર સભામાં પોલીસને ખુલ્લેઆમ ધમકી આપતા ધારાસભ્યના તાર હવે એક નામચીન બુટલેગર સાથે જોડાયેલા હોવાના પુરાવા સામે આવતા રાજકારણ ગરમાયું છે.



