Khodaldham : કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે આગામી 7 ડિસેમ્બર, 2025ના રોજ લેઉવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ વિશેષ ‘સન્માન સમારોહ’ ગુજરાત રાજ્ય સરકારમાં તાજેતરમાં નિમણૂક પામેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓને બહુમાન આપવા માટે આયોજિત કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારના મંત્રીઓનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમ 7 ડિસેમ્બર, 2025, રવિવારના રોજ સવારે 8.30 કલાકથી શરૂ થશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ સભ્યોને આ ગૌરવશાળી પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



