Jamnagar : બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રેમ લગ્નના મામલે થયેલી આ તકરારમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેડીના ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા અને આમદ કાદરભાઈ માણેકના પરિવારો વચ્ચે આ ઝઘડો થયો હતો. જેમાં પથ્થરમારા સહિતના હુમલા થયા હતા. સ્થાનિકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે ગઈકાલ રાતથી વાયરલ થઈ રહ્યો છે.
આ મામલો પોલીસ મથકે પહોંચતા અસલમ અબ્દુલભાઈ ઘુમરાએ મુસ્તાક હારુન માણેક, કરાર આદમ માણેક અને અહેમદ હારુન માણેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અસલમના ભાઈ સમીરે આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી આ ઝઘડો થયો હતો, જેમાં અસલમ, સમીર અને તેમની માતા પર હુમલો કરાયો હતો.



