રાજ્યના ખેડૂતોને લઈને આજે એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. કિસાન સહકાર સમિતિની બેઠક બાદ ખેડૂત નેતા Paresh Goswami એ મોટો નિર્ણય જાહેર કર્યો છે. વર્ષોથી ચાલી રહેલી માંગણીઓને લઈને હવે ખેડૂતો સીધા ગાંધીનગર સુધી રણભેરી વગાડવા જઈ રહ્યા છે. કિસાન સહકાર સમિતિની મિટિંગમાં ખેડૂતોની હાલત, સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય, અને પ્રલંબિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ મિટિંગ બાદ Paresh Goswami એ જાહેરાત કરી કે: 9 ડિસેમ્બર, મંગળવારના રોજ ગાંધીનગરમાં વિશાળ ખેડૂત આંદોલન યોજાશે. સરકારને 10 નવેમ્બરે જૂનાગઢથી આપવામાં આવેલ અલ્ટીમેટમનો હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો – Jignesh Mewani બાદ Hira Solanki નો જૂનો વીડિયો વાયરલ
પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે આંદોલનનું રાજકારણથી કોઈ સંબંધ નથી. આ આંદોલન સંપૂર્ણ બિનરાજકીય રહેશે. કોઈપણ પક્ષના નેતાઓને સ્ટેજ અથવા માઇક મળશે નહીં. આ જાહેરાત બાદ સ્પષ્ટ થયું છે કે ખેડૂત સમુદાય આંદોલનને માત્ર ખેડૂતોના હક્કના પ્રશ્ન સુધી મર્યાદિત રાખવા ઈચ્છે છે. ગોસ્વામી મુજબ, આંદોલન માટે ખેડૂતો 3 અલગ-અલગ મુદ્દાઓ સાથે સરકાર સામે આવશે. તેઓએ જણાવ્યું: “અમારી ત્રણ મુખ્ય માંગણીઓ લઈને અમે સીધા CM અને કૃષિમંત્રીને મળવાના છીએ.”



