રાજકુમાર જાટ કેસમાં આજે નવા તબક્કા સર્જાયા છે. Gondal ના યતિષ દેસાઈ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને ધમકીની અરજી બાદ રાજકીય હલચલ વધી છે. આ વચ્ચે બિલિયાળાના સરપંચ લાલાએ પહેલું વખત ખુલીને પ્રતિસાદ આપતાં અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. Gondal ના યતિષ દેસાઈએ રાજકુમાર જાટ કેસને લઈને પત્ર લખતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પત્ર બાદ યતિષ દેસાઈને ધમકી આપી હોવા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં બિલિયાળા ગામના સરપંચ લાલાનું નામ પણ ઉમેરાયું હતું.
અરજીમાં નામ આવતા બિલિયાળાના સરપંચ લાલા આજે મીડિયા સામે આવ્યા અને અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી. સરપંચ લાલાના મુખ્ય નિવેદનો:
-
“હું ભાજપનો ગોંડલ વિસ્તારનો કાર્યકર છું.”
-
“મારી સામે હાલમાં કોઈ ગુનાઓ નથી.”
-
“2022ની વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતભેદનો ખાર રાખીને મને બદનામ કરવામાં આવી રહ્યો છે.”
-
“મેં જ યતિષ દેસાઈને બપોરે 4 વાગ્યે ફોન કર્યો હતો, પરંતુ તેનો અર્થ ધમકી નથી.”
-
“મારી પાસે યતિષ દેસાઈનો નંબર પણ નહોતો, મને નંબર અન્ય વ્યક્તિ પાસેથી મળ્યો.”
આ પણ વાંચો – Jignesh Mewani ના વાણીવિલાસના પડઘા પડ્યા ગુજરાતમાં



