Jignesh Mewani ના વાણીવિલાસના પડઘા પડ્યા ગુજરાતમાં

Jignesh Mewani

વડગામના ધારાસભ્ય Jignesh Mewani દ્વારા કરાયેલા “પટ્ટા ઉતરવાના” નિવેદનને લઈને રાજ્યભરમાં વિવાદ ઉગ્ર બન્યો છે. છેલ્લા 24 કલાકથી જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ઠેર-ઠેર વિરોધ નોંધાયો છે. ખાસ કરીને બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં મેવાણીના નિવેદનનો ભારે પ્રતિકાર જોવા મળી રહ્યો છે.

થરાદના એક પોલીસકર્મીના પરિવારના મિત્ર દ્વારા મેવાણીને ખુલ્લો પત્ર લખાયો છે. પત્રમાં જીગ્નેશ મેવાણીના નિવેદનને “અપમાનજનક” ગણાવતા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોલીસ તંત્રની પ્રતિષ્ઠા ઘસાડવાનો પ્રયાસ કર્યો છે. પત્રમાં મેવાણીને વળતો જવાબ આપતાં લખાયું છે કે, “પોલીસનું યોગદાન અને શિસ્તને અપમાનિત કરનાર કોઈપણ નિવેદન માત્ર પોલીસને નહીં, પરંતુ સમગ્ર રાજ્યની કાયદો-વ્યવસ્થા પ્રત્યે બેદરકાર બતાવે છે.”

Jignesh Mewani દ્વારા કરાયેલા “પટ્ટા ઉતારી લઈશું” નિવેદનને પોલીસ વર્ગે સખત ભાષામાં આક્ષેપ કર્યો છે. આ નિવેદનને પોલીસકર્મીઓ અને તેમના પરિવારો દ્વારા ધમકીરૂપ ગણાવવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર પોલીસ પરિવારમાં રોષ વ્યાપ્યો છે. થરાદના વેપારીઓ પણ પોલીસ પરિવારોના સમર્થનમાં આવી ચૂક્યા છે. વેપારીઓએ જણાવ્યું કે પોલીસ તંત્ર રાજ્યની સુરક્ષા માટે વધુ કલાકો સુધી સેવા આપે છે, અને આવા નિવેદનથી તેમની મનોબળને ઠેસ પહોંચે છે.

આ પણ વાંચો – Rajkot: ઠગાઈના આરોપ મુદ્દે અલ્પેશ ઢોલરીયાએ કર્યો મોટો ખુલાસો

Scroll to Top